-ગંભીર બીમારીથી પીડાતા હોવા છતાંય ભગીરથ કાર્ય, વિદેશમાં પણ સ્વખર્ચે પહોંચાડે છે રોપા
અમદાવાદ : ધોળકા ખાતે રહેતા ખેડુતપુત્ર અને નિવૃત બેંક કર્મચારી મહિપતસિંહ નટવરસિંહ ચુડાસમા પાર્કિન્સન જેવી ગંભીર બિમારીથી પીડાતા હોવા છત્તાંય યુવાનોને શરમાવે તેવું ભગીરથ કાર્ય કરે છે. 63 વર્ષીય મહિપતસિંહ દુનિયાભરમાં જે પણ વ્યક્તિ ડિમાન્ડ કરે તેને નિ:શુલ્ક છોડના રોપા અને બિયારણ મોકલી આપવાનું સુંદર કામ કરે છે. તેમની બિમારીના કારણે તેઓ રોજના બેથી ત્રણ કલાક કામ કરી શક્તા નથી છત્તાંય હજારો યુવાનોને પ્રેરણા મળે તે માટે હવે સોશિયલ નેટવર્કિગ સાઇટ્સ પર પણ પોતાનું કામ શેર કરે છે. જેનાથી હજારો વૃક્ષપ્રેમીઓ તેમની સાથે જોડાયા છે.
બેંક ઓફ બરોડામાં તેમણે 25 વર્ષ સુધી કર્મચારી ધિરાણ અને ખેડૂતોને સહાય કરવા માટે કામ કર્યુ હતું. આ કાર્ય કરતી વખતે જ તેઓ ગુજરાતના અંતરિયાળ ગામો અને આદિવાસી વિસ્તારોમાં જઇને વૃક્ષોની માહિતી મેળવતા હતાં. 2001માં વૃક્ષારોપણનું કામ કરવા માટે ઘરે નર્સરી શરૂ કરી. ત્યારથી લોકોને રોપા અને બિયારણ આપવાનું શરૂ કર્યું. મહિપતસિંહે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં હું 10થી 15 હજાર જેટલા રોપા લોકોને આપી ચુક્યો છું. 7 હજારથી વધુ બિયારણના પેકેટ લોકોને વહેંચી ચુક્યો છું.
આગળ વાંચો ન્યૂ જર્સીથી બિયારણ માટે ડિમાન્ડ થઈ