IPCCનું અમદાવાદ શહેરનું ૧૯.૬૧ ટકા પરિણામ જાહેર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગત પરિણામની સરખામણીમાં ૭ ટકા જેટલો ઘટાડો નોંધાયો
- સમગ્ર દેશમાં ૧૯ મા રેન્ક સાથે ક્રિશ્ના કોન્ટ્રાક્ટર અમદાવાદમાં પ્રથમ


ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલી આઇપીસીસીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતનું પરિણામ ૧૧.૧પ ટકા આવ્યું હતું, જ્યારે અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ૧૯.૬૧ ટકા રહેવા પામ્યું છે. અમદાવાદ ચેપ્ટરનું ગત પરિણામ કરતા નવેમ્બરની પરીક્ષાના પરિણામમાં ૭ ટકા જેટલો ઘટાડો થયો છે. ક્રિશ્ના કોન્ટ્રાક્ટરે ઓલ ઈન્ડિયા ૧૯ રેન્ક સાથે અમદાવાદ ચેપ્ટરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

આઇપીસીસીની પરીક્ષા નવેમ્બર માસમાં લેવામાં આવી હતી. જેમાં સમગ્ર દેશમાંથી બંને ગ્રૂપની પરીક્ષામાં પ૧૩૧૮ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી પ૭૨૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ સમગ્ર દેશનું પરિણામ ૧૧.૧પ ટકા જેટલું રહેવા પામ્યું છે. જ્યારે અમદાવાદ ચેપ્ટરમાં બંને ગ્રૂપની પરીક્ષામાં કુલ ૨૧૨૬ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૪૧૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ૧૯.૬૧ ટકા જેટલું રહ્યું છે.

મે માસમાં લેવામાં આવેલી આઈપીસીસીની પરીક્ષામાં અમદાવાદ ચેપ્ટરમાંથી ૧૯૪૩ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી પ૧૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ તે વખતે અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ૨૬.૭૧ ટકા પરિણામ આવ્યું હતું. જોકે આ વખતે ૭ ટકા જેટલું પરિણામ ઓછું આવ્યું હોવાનું જાણવા મળે છે. અમદાવાદ ચેપ્ટરના પાંચ વિદ્યાર્થીઓ સમગ્ર દેશના ટોપ-પ૦ વિદ્યાર્થીઓમાં આવ્યા છે.

અમદાવાદ ચેપ્ટરનું ઓવરઓલ પરિણામ

વિગતકુલપાસનાપાસટકા
બંને ગ્રૂપ૨૧૨૬૪૧૭૧૭૦૯૧૯.૬૧૪
ગ્રૂપ વન૬૧૩૮૭પ૨૬૧૪.૧૯૨
ગ્રૂપ ટુ૧૨૭૪૩૨૨૯પ૨૨પ.૨૭પ


પીસીસીનું ૧.૮૬ ટકા પરિણામ

આઈપીસીસીની સાથે પીસીસીના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ચેપ્ટરનું ૧.૮૬ ટકા પરિણામ જાહેર થયું છે. પીસીસીમાં અમદાવાદ ચેપ્ટરમાંથી બંને ગ્રૂપમાં ૧૬૧ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને ૧પ૮ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ પીસીસીનું અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ૧.૮૬ ટકા જેટલું જ રહેવા પામ્યું છે.