ઇશરત કેસમાં અહેવાલ જમા: વર્માની મુદત લંબાવવા માગણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇશરત જહાં બોગસ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ વચગાળાનો અહેવાલ હાઇકોર્ટમાં જમા કરાવ્યો હતો. આ અહેવાલના આધારે વધુ સુનાવણી ગુરુવારે જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ અભિલાષાકુમારીની ખંડપીઠ સમક્ષ હાથ ધરવામાં આવશે. સતીષ વર્માની મુદત વધારવાના મુદ્દે સીબીઆઇએ રજૂઆત કરી હતી કે,'તેઓ જૂન સુધીમાં તપાસ પૂર્ણ કરી શકે તેમ હોવાથી વર્માની મુદત વધારવી જોઇએ.’