ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત્: અમરેલી ૪૨.૭

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હવામાં ભેજનું પ્રમાણ ઘટતા ગરમ-સૂકા પવનથી લોકો બેહાલ

અમદાવાદ સહિ‌ત સમગ્ર રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી શરૂ થયેલી કાળઝાળ ગરમી બુધવારે પણ યથાવત્ રહેતા લોકો તોબા પોકારી ગયા છે. એમાંય હવામાં ભેજનું પ્રમાણ ઘટી જતા બપોરના સમયે ફૂંકાયેલા ગરમ અને સૂકા પવનથી લોકો બેહાલ બન્યા હોય તેમ જણાતું હતું. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૧.૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમરેલી ૪૨.૭ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યારે આગામી ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો સામાન્ય વધી ૪૨ ડિગ્રીની આસ-પાસ રહે તેવી શક્યતા છે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ, વિદ્યાનગર સહિ‌ત રાજ્યમાં ગરમીનો પારો બુધવારે પણ ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાતા લોકો અસહ્ય ગરમીથી તોબા પોકારી ઊઠયા છે. ગ્રીન સિટી ગણાતા ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ૪૧.પ ડિગ્રી નોંધાતા લોકો ગરમીથી તોબા પોકારી ઊઠયા હતા. જ્યારે અમદાવાદનું તાપમાન પણ સામાન્ય વધી ૪૧.૭ ડિગ્રી નોંધાતા બપોરના સમયે શહેર અગનભઠ્ઠીમાં ફેરવાયું હોય તેવો અહેસાસ થતો હતો.

- મહત્તમ તાપમાન

અમદાવાદઃ ૪૧.૭
અમરેલીઃ ૪૨.૭
વિદ્યાનગરઃ ૪૧.૬
ગાંધીનગરઃ ૪૧.પ
કંડલાઃ ૪૧.૨
સુરેન્દ્રનગરઃ ૪૧.૦
ડીસાઃ ૪૦.૪
ભાવનગરઃ ૩૯.૬