'નો ટોબેકો દિવસ’: ધર્મગુરુઓએ તમાકુ છોડવાની કરી અપીલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'નો ટોબેકો દિવસ’ની પૂર્વ સંધ્યાએ યોજાયેલા કાર્યક્રમમાં ધર્મગુરુઓ હાજર રહ્યા હતા

૩૧મી મેના રોજ 'નો ટોબેકો ડે’ ઊજવાય છે ત્યારે શહેરમાં તમાકુ છોડવા માટે હાથ ધરાયેલાં અભિયાનમાં સમાજના ચાર ધર્મના ધર્મગુરુઓ જોડાયા હતાં. એચસીજી કેન્સર સેન્ટર, અમદાવાદ પોલીસ, અમદાવાદ ડેન્ટલ કોલેજ અને એમ-પાવર ક્રિકેટ એકેડેમીએ સાથે મળીને સમાજમાંથી તમાકુની બનાવટોથી દૂર રહી લોકોને કેન્સરથી બચાવવા માટેનું અભિયાન હાથ ધર્યુ છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ ઇસ્કોન મંદિરના જશોમતીનંદનદાસ, જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ, શીખ સમુદાય, મણિનગર ગુરુદ્વારાના ગ્યાનીજી હરપ્રિતસિંગ સૈની અને બાપુનગર મોમીન મસ્જિદ-ઇમામ મસ્જિદના પ્રમુખ મૌલાના ખાતીબો ઇમામે સાથે મળીને સમાજમાંથી તમાકુથી લોકોને દૂર રહેવા માટે આહવાન કર્યુ હતું, અને તમાકુ છોડાવવાના અભિયાનને ઘેર-ઘેર પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...