બાપા સીતારામની મઢુલી પર માતા વૈષ્ણોદેવીના જગરાતા, જુઓ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાપા સીતારામની મઢુલી ત્રણ માળિયા, બાપુનગર ખાતે પ્રથમ પાટોત્સવ નિમિત્તે મા જગદમ્બા વૈષ્ણોદેવી માતાના ગુણગાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અગાઉ બાપા સીતારામની મઢુલી ખાતે ભકતો દ્વારા મહાઆરતી અને ધૂનનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો શામેલ થયા હતા. બાપા સીતારામની મઢુલી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં માતાના ભકત કલાકાર તરીકે આશિષ શર્મા હાજર રહી ભકતોને માતા જગદમ્બા વૈષ્ણોદેવીના જાગરણથી ભાવવિભોર કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં માતારાનીના ભકતો હાજર રહ્યા હતા. આ અગાઉ સાંજે ૫થી ૭ કલાક દરમિયાન બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમ બાપા સીતારામ મઢુલી સેવા ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.