રાજસ્થાનથી બાળમજૂરો લાવવાનું કૌભાંડ પકડાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનથી બાળકોને મજૂરી માટે અમદાવાદ લાવવાનું આંતરરાજ્ય કૌભાંડ મહિ‌લા પોલીસની કયુઆરટીની ટીમ અને સરકારના શ્રમ વિભાગે પકડી પાડયું છે. આ સાથે પૂર્વ વિસ્તારમાં મજૂરી કરતા ચાર બાળમજૂરને છોડાવી લેવાયા છે.
માહિ‌તીના આધારે મહિ‌લા પોલીસ સ્ટેશનનાં પીઆઈ દિવ્યા બી.રવિયા સહિ‌તની ટીમે શુક્રવારે ત્રણ જગ્યાએ દરોડા પાડયા હતા, જે પૈકી નરોડા કૃષ્ણનગરમાં હરિસિંગ ટી સ્ટોલમાં મજૂરીકામ કરતા ૧૧ વર્ષના એક કિશોરને, સરસપુરમાં કરુણેશ નાસ્તા સેન્ટરમાં કામ કરતા ૧૩ વર્ષના કિશોરને, સારંગપુરમાં આશાપુરી ટી સ્ટોલમાં મજૂરીકામ કરતા ૧૨ વર્ષના ૨ કિશોરોને છોડાવી લેવાયા હતા.
આ અંગે નરોડા, શહેરકોટડા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જે-તે માલિકો વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે.