તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અ’વાદમાં ૨૪ કલાકમાં પ ઈંચ વરસાદ: મેગાસિટી ફેરવાયું ‘બેટ’માં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૨૪ કલાકમાં પ ઈંચ વરસાદ: શહેરના માર્ગો બેટમાં ફેરવાયા
આજે પણ શહેરમાં હળવાથી ભારે વરસાદની સંભાવના
બપોરે ૨ વાગ્યા પછી શહેરમાં વરસાદની હેલી


પ‌શ્ચિ‌મી મધ્યપ્રદેશ અને ગુજરાતનાં ઉપરનાં લેવલમાં સર્જા‍યેલાં અપર એર સરક્યુલેશનને પગલે અમદાવાદમાં સતત ૧પ દિવસ રાહ જોવડાવ્યા બાદ બુધવારે રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

બુધવારે રાતનાં ૧૧.૦૦ વાગ્યાથી ચાલુ થયેલાં અનરાધાર વરસાદને કારણે શહેરમાં છેલ્લા બુધવારે સાંજનાં ૪.૦થી ગુરુવારે સાંજનાં ૪.૦૦ વાગ્યા સુધી એટલે કે ૨૪ કલાકમાં એવરેજ ૪.૯૯ ઇંચ એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું, અને શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે ૧૮થી વધુ સ્થળોએ ઝાડ પડી જતાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જા‍ઇ હતી. જ્યારે સાબરમતીમાં પાણીની આવક વધતાં વાસણા ડેમનાં છ જેટલાં દરવાજા ખોલવાની ફરજ પડી હતી. અમદાવાદમાં સૌથી વધુ ૮૪.૦ મિલી મીટર વરસાદ ઉસ્માનપુરા પડયો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ