રાહુલ આજે ગુજરાત ગજવશે, અમિષા, નેહા ધુપિયા કરશે કોંગ્રેસનો રોડ શો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં સભાઓ ગજવશે
-
માતાના પગલે ;અમરેલી, બોટાદ અને દેવગઢબારીયામાં ચૂંટણી પ્રચાર કરશે

કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગઇકાલે ગુરુવારે ખેરાળુંમાં ભાજપનો એક માત્ર એજન્ડા કોગ્રેસ સામે જુઠ્ઠા આરોપો લગાવવાનો તેવો વેધક પ્રહાર કર્યા પછી ભાજપના જુઠ્ઠાણાઓનો જવાબ આપવા અને કોગ્રેસના શાસનની સિ‌ધ્ધિને ગુજરાતની પ્રજા સમક્ષ મુકવા આવતીકાલે તા. ૨૬મીએ કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના એકદિવસીય પ્રવાસે આવી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં ભાજપ દ્વારા પ્રચારને આક્રમક બનાવવામાં આવ્યો છે ત્યારે કોગ્રેસ દ્વારા ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની એક સાથે ત્રણ સભા યોજીને પ્રચારને તેજ બનાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. એકબાજું રાહુલની સભાઓ યોજાશે, બીજબાજું ફિલ્મી કલાકારોના રોડ-શો, દિગ્ગજ નેતાઓની જાહેરસભા યોજવામાં આવી રહી છે. ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પ્રથમ સભા આવતીકાલે શનિવારે સવારે ૧૦ કલાકે અમરેલીમાં સંબોધશે. તેઓ બીજી સભા બપોરે ૧૨ કલાકે બોટાદમાં સંબોધશે. ત્રીજી જાહેરસભા દેવગઢબારીયામાં બપોરે બે કલાકે સંબોધશે. તેઓ ત્રણ જાહેરસભા પુરી કર્યા પછી દિલ્હી જવા રવાના થશે.

આગળ વાંચો કોણ કઈ તારીખે કરશે સભા