સોય દ્વારા અવાજના તરંગોથી સારવાર આપી દર્દમુક્તિ

radio frequency is the best option to remove body
Samir Rajput

Samir Rajput

Dec 08, 2010, 02:07 AM IST
- ઓપરેશનના અસહ્ય દુખાવા-ભારે દવાની આડઅસરમાં અવાજના તરંગોની સારવાર આદર્શ વિકલ્પ - એક્સ-રે કંટ્રોલ મશીનથી દુખાવાની જગ્યા શોધી વાળ જેવા પાતળા ફાઇબરથી કરાતી આધુનિક સારવાર radio frequency is the best option to remove body pain કેન્સર અને તેના જેવા અન્ય અસાધ્ય રોગોમાં ઓપરેશન બાદ થતાં અસહ્ય દુખાવા અને ભારે દવાની આડઅસરથી બચવા માટે ‘થોરેસિક ડી.આર.જી. રેડિયોફ્રિકવન્સી’ એક આદર્શ વિકલ્પ બની શકે છે. તાજેતરમાં એપોલો હોસ્પિટલમાં નૈરોબીથી આવેલી અસહ્ય પીડાથી કણસતી સ્તન કેન્સરની મહિલા દર્દીને માત્ર એક સોય દ્વારા અવાજના તરંગોથી સારવાર આપીને દર્દમુક્ત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એપોલો હોસ્પિટલનાં પેઇન મેનેજમેન્ટ કન્સલટન્ટ અને કો-ઓડિeનેટર ડૉ. રાજીવ હર્ષેએ જણાવ્યું હતું કે, નૈરોબીની બાવન વર્ષીય મહિલા દર્દી વીનીને સ્તન કેન્સરના ઓપરેશન બાદ કેન્સરનો ફેલાવો ત્રણથી ચાર મણકામાંથી છાતીની નસો જોડાઇ હોય તેવાં એક મણકામાં વધારે થયો હતો. જેથી તેને છાતીની ડાબી-જમણી બાજુએ તથા પીઠમાં અસહ્ય દુખાવો થતાં સીધું-પડખે બેસી તેમજ સૂઇ પણ શકતી ન હતી. મહત્વની વાત એ છે કે, અસહ્ય દુખાવાથી પીડાતી મહિલાને ‘થોરેસિક ડી.આર.જી. રેડિયોફ્રિકવન્સી’ (અવાજનાં તરંગોથી સારવાર)ની સારવારથી દુખાવો ગાયબ થઇ જતાં ત્રણ કલાક બાદ હરતી-ફરતી થઇ છે.આ પ્રકારની તકલીફ છાતી-ગરદનને ભાગે હોય ત્યારે ત્યાં અસંખ્ય નસો આવેલી હોય જેથી એક્સ-રે કંટ્રોલ મશીન દ્વારા ત્યાં સુધી પહોંચવામાં ડોક્ટરની નિપુણતા મહત્વનો ભાગ ભજવે છે. પહેલાં આ પ્રકારના દર્દમાં મોરફીન જેવી ભારે મેડિસિન અને વર્ટિગોપ્લાસ્ટીનું ઓપરેશન કરવામાં જોખમ વધુ રહેતું હતું. ‘થોરેસિક ડી.આર.જી. રેડિયોફ્રિકવન્સી’ શું છે ? અસહ્ય દુખાવાથી પીડાતા દર્દીને ઊંધા સૂવડાવીને લાઇવ એક્સ-રે કંટ્રોલ મશીનથી દુખાવો થતો હોય તે મણકામાંથી નીકળતી નસોની જગ્યા શોધવામાં આવે છે. તેમજ એક્સ-રે મશીનથી જોતા-જોતા ત્યાં સુધી (ઇન્જેકશન સોયની સાઇઝ જેટલી વધુ લંબાઇની) સોય પહોંચાડાય છે, તેમાંથી વાળ જેવા પાતળા ફાઇબર નાખીને દુખાવાની જગ્યાનું ટેસ્ટિંગ કરીને ‘થોરેસિક ડી.આર.જી. રેડિયોફ્રિકવન્સી’ (અવાજનાં તરંગોથી સારવાર)ની સારવાર આપીને ત્યાંથી ઉદ્ભવતા દુખાવાના સંવેદનો અટકાવી દેવાય છે. ક્યાં રોગમાં કામ લાગી શકે ? : કરોડરજ્જુના મણકા, કેન્સર અને શરીરનાં કોઇપણ અવયવની નસનાં દુખાવામાં ઉપયોગી. ખાસ કરીને કમર, ગરદન, મણકા, ગાદીનો સોજો-દુખાવો, હાથ-પગમાં નસ દબાતી હોય તેમજ મેનોપોઝ બાદ મહિલાઓમાં હાડકાં પોચા થવાની સમસ્યામાં દર્દીના દુખાવાને ધ્યાનમાં રાખીને પેઇન મેનેજમેન્ટ કરવું જરૂરી છે.
X
radio frequency is the best option to remove body

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી