રાધા-કૃષ્ણનો પ્રેમ ખરેખર આદર્શ પ્રેમ છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એએમએ વીકના ચોથા દિવસે જી. નારાયણનું ડિવાઈન સોલ મેટ્સ સીતા-રામ, રાધા-કૃષ્ણ અને પાર્વતી-શિવ પર વકતવ્ય યોજાયું અને બુક લોન્ચ કરવામાં આવી... - આ પ્રસંગે પુસ્તક ડિવાઈન સોલ મેટ્સનું પણ વિમોચન કરાયું - શિવ-પાર્વતી પરફેક્ટ એરેન્જ મેચ અને પરફેક્ટ વનનેસ ધરાવે છે એએમએ ખાતે ચાલી રહેલાં એએમએ વીકના ચોથા દિવસે જી.નારાયણના ડિવાઇન સોલ મેટ્સ સીતા-રામ, રાધા ક્રિ®ના અને પાર્વતિ-શિવા પરના લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેકચરની શરૂઆત પ્રજ્ઞાનામ બ્રહ્ના, અયમ આત્મા બ્રહ્ના, અહમ બ્રહ્ના અસ્મિ અને તત્વમ અસિ સૂત્રોના અર્થ સમજાવીને કરી હતી. ત્યાર બાદ વાતાવરણને હળવું કરતાં તેમણે જણાવ્યું હતું કે આ સોલ મેટ્સમાં પિત્નના નામ પહેલાં અને પતિના નામ પછી લેવાનું એક કારણ એ પણ હોઇ શકે કે, સ્ત્રીઓ સમાજમાં ૫૧ટકા અનામત ધરાવે છે અને પુરૂષો ૪૯ ટકા. ત્યાર બાદ તેમણે સીતા રામ, રાધા ક્રિષ્ના અને શીવ પાર્વતી ના ડિવાઇન સોલ મેટ્સ હોવાના વિવિધ કારણો જણાવતાં કહ્યું હતું કે, સીતા રામ પરફેક્ટ મેચ, પરફેક્ટ મર્જર વીથ ફેમીલી અને આઇડિઅલ કપલ ગણાવ્યું હતું. શિવ પાર્વતિને પરફેક્ટવી એરેન્જડ મેચ અને પરફેકચ વનનેસ ધરાવતું કપલ ગણાવ્યું હતું. તો રાધા અને ક્રિષ્નને સીક્રેટલી મેરિડ આઇડિયલ લવર્સ ગણાવ્યા હતાં. ત્યાર બાદ તેમણે સીતા રામને ધર્મ અને પૂર્ણ ત્યાગ સ્વરૂપ, રાધા ક્રિષ્ન પ્રેમ અને પૂર્ણ ભક્તિ સ્વરૂપ તેમજ શિવ અને પાર્વતિને તપસ્યા અને પૂર્ણ દ્વૈત સ્વરૂપ ગણાવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે જી.નારાયણ દ્વારા લિખીત પુસ્તક ડિવાઇન સોલ મેટ્સનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમા તેમના સોલ મેટ એટલે કે તેમના પિત્ન અને આ પુસ્તકના એડિટર જયંતિ રવિ ખાસ હાજર રહ્યા હતાં.