હાઈ સિક્યોરિટી નંબર પ્લેટને લઈને ઉગ્ર વિરોધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બોગસ નંબર પ્લેટના મુદ્દે આરટીઓ જે.એમ.ભટ્ટ સામે નંબર પ્લેટ એસો.ના આક્ષેપ

ગુરુવારથી અમદાવાદમાં ફોર વ્હીલમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાની કાર્યવાહી શરૂ થવાની છે, જેનો ગુજરાત નંબર પ્લેટ એસો. દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી સામે તેમણે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉપરાંત આરટીઓની મીઠી નજર હેઠળ જ શહેરમાં બોગસ નંબર પ્લેટો લાગી હોવાનો આક્ષેપ પણ ગુજરાત નંબર પ્લેટ એસો.ના પ્રમુખે કર્યો હતો.

એસો.ના પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટનો અમલ થતાં પહેલા અનેક વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લાગી ગઈ હોવાનું આરટીઓ જે.એમ.ભટ્ટ જણાવી રહ્યા છે. ત્યારે આ બોગસ નંબર પ્લેટો આરટીઓની મીઠી નજર હેઠળ જ લાગી છે અને તેથી જ તેમની સામે હજુ કોઈ કાર્યવાહી કરાઈ નથી. ગુરુવારથી ફોર વ્હીલમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાનું નક્કી કરાયું છે, જેનો એસો. દ્વારા ઉગ્ર વિરોધ કરાશે. કેન્દ્ર સરકારે કરેલા ગેરવહીવટના કારણે રાજ્યના બે કરોડ વાહન ચાલકોમાં આર્થિ‌ક ભીંસ વધશે. કેન્દ્ર સરકાર દ્વારા પોતાના મળતિયાઓને જ નંબર પ્લેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.