ગુજરાતમાં ગરમીથી અગનવર્ષા, પારો ૪૪ ડિગ્રીને વટાવે તેવી આગાહી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-રાજ્યમાં આજે ગરમી ૪૪ ડિગ્રીને વટાવે તેવી આગાહી
-કાળઝાળ ગરમી-ઇડરમાં સૌથી વધુ ૪૪.૬ ડિગ્રી સાથે અગનવર્ષા
-અમદાવાદમાં તાપમાનનો પારો ૪૩.૨ ડિગ્રી થયો

- ખારાઘોડામાં ગરમીથી એક વ્યક્તિનું મોત
-હજુ ત્રણથી ચાર દિવસ હિ‌ટ વેવ ચાલુ રહેવાની શક્યતા

અમદાવાદ સહિ‌ત રાજ્યભરમાં આગ દઝાડતી શરૂ થયેલા હિ‌ટવેવની અસર લોકોને હજુ પણ આગામી ૩-૪ દિવસ સુધી સહન કરવી પડશે. જેમાં અમદાવાદ સહિ‌ત અન્ય શહેરોનું તાપમાન ૪૪ ડિગ્રીને પાર કરે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે સોમવારે રાજ્યભરમાં આ સિઝનની સૌથી વધુ રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ હતી. જેમાં સૌથી વધુ તાપમાન ડીસા અને ઇડર ખાતે ૪૪.૬ ડિગ્રી, ભુજ ખાતે ૪૪.૪ અને સુરેન્દ્રનગર ખાતે ૪૪.૦ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન પણ વધીને ૪૩.૨ ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે ખારાઘોડાના અગરિયામાં કામ કરતા ૪૩ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું.
જ્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં હિ‌ટવેવની અસર વર્તાઈ રહી છે. જેમાં રોજેરોજ તાપમાનમાં વધારો થતા ચામડી દઝાડતી ગરમીથી લોકો ત્રાહિ‌મામ્ પોકારી ગયા છે. ત્યારે આ હિ‌ટવેવની અસર હજુ પણ ત્રણથી ચાર દિવસ વર્તાશે તેવી શક્યતા છે અને તેના ભાગરૂપે અમદાવાદ સહિ‌ત રાજ્યના અનેક શહેરોનું તાપમાન વધીને ૪૪ ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. જ્યારે બીજી મે પછી તાપમાનમાં ક્રમશ: ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે કે હજુ પણ આગામી ૩-૪ દિવસ સુધી લોકોને ચામડી દઝાડતી ગરમી સહન કરવી પડશે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...