ખાખરા, ગાંઠિયા પરદેશમાં પોસ્ટ સસ્તામાં પહોંચાડે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ગુજરાતીઓ દ્વારા વિદેશોમાં વસતા તેમના સગા સંબંધીઓ માટે ગાંઠિયા, ખાખરા, મુખવાસ, મીઠાઈ સહિ‌ત સૂકી વસ્તુઓ મોટી સંખ્યામાં મોકલવામાં આવે છે. ત્યારે ખાનગી કુરિયર કંપનીઓ કરતા ખૂબ જ સસ્તા ભાવે પોસ્ટ વિભાગની ઇન્ટરનેશનલ પાર્સલ સેવા દ્વારા દરરોજ અમદાવાદમાંથી જ મોટી સંખ્યામાં પાર્સલ વિદેશોમાં મોકલવામાં આવે છે. જેમાં સૌથી વધુ પાર્સલ અમેરિકા ઉપરાંત ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મોકલવામાં આવે છે.

ગુજરાતીઓ દેશ વિદેશમાં ગમે ત્યાં જાય તેઓ પોતાનો સ્વાદ છોડતા નથી અને પોતાને મનગમતી વસ્તુઓ શોધી કાઢે છે. ત્યારે વિદેશોમાં વસતા ગુજરાતીઓ પણ ગુજરાતી વાનગીઓનો સ્વાદ ભૂલ્યા નથી અને તેઓ ગુજરાતમાં રહેતા પોતાના સગા સંબંધી મારફતે ગુજરાતી વાનગીઓ પાર્સલથી મંગાવી લે છે. અમદાવાદથી દરરોજ મોટી સંખ્યામાં વિદેશોમાં ખાવાની વસ્તુઓ, મસાલો, દવાઓ સહિ‌ત અન્ય વસ્તુઓના પાર્સલ મોકલાય છે. તેમાં સૌથી વધુ પાર્સલ નવરંગપુરા પોસ્ટ ઓફિસ ખાતેથી મોકલવામાં આવે છે. અમદાવાદમાં આવેલા તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોમાંથી દરરોજ સરેરાશ પ૦ જેટલા પાર્સલ વિદેશોમાં મોકલે છે. ત્યારે તેની સામે માત્ર નવરંગપુરા પોસ્ટ ઓફિસમાંથી ૧પ૦થી વધુ પાર્સલ દરરોજ મોકલવામાં આવે છે. તેમાં પણ સૌથી વધુ ૪૦ ટકા જેટલા પાર્સલ અમેરિકા ખાતે વસતા ગુજરાતીઓના સગા સંબંધીઓ દ્વારા મોકલે છે.

આ અંગે વધુ વાંચવા માટે ફોટો બદલતા જાવ...