• Gujarati News
  • Police Enjoying Vacation And Theft 8 Cases In Ahmedabad

પોલીસ વેકેશનમાં મસ્ત અને શહેરમાં ચોરીના આઠ બનાવો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળું વેકેશન અને લગ્નસરાને લઇને શહેરની ચાલીસ ટકા પોલીસ રજા ઉપર છે.જે પરિસ્થિતિનો લાભ લઇને શહેરમાં ઊતરી પડેલી ચોર ટુકડીને મોકળું મેદાન મળી ગયું છે.
રાણીપમાં મકાનનું તાળું તૂટ્યું
રાણીપની પાર્થ સોસાયટીમાં રહેતા કુસુમબેન વિજયભાઇ કારેલિયાના ઘરમાંથી ગુરુવારે રાત્રે રૂ. પપ હજારની મતા ચોરી ગયા હતા.
ઘાટલોડિયામાં કેમેરા -એક્ટિવાની ચોરી
ઘાટલોડિયા દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા પરેશભાઇ સોનીના ઘરમાંથી ૧૮મીથી ૨૧મી વચ્ચે તસ્કરો લેપટોપ, ડિજિટલ કેમેરા તથા પાર્કિંગમાંથી એક્ટિવા ચોરી ગયા હતા.
કોલેજમાંથી મોબાઇલ ચોરાયો
ઘોડાસર સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા પૂજાબેન ગજ્જરનો એપલ કંપનીનો મોબાઈલ તા. ૨૨મીના રોજ સવારે સાયન્સ સિટી રોડ ઓક મેન્જમેન્ટ કોલેજ કંપાઉન્ડના ગર્લ્સરૂમમાંથી ચોરાયો હતો.
સરદારનગરમાંથી ૭૬ હજારની મતા ચોરાઈ
સરદારનગર મારુતિ રેસિડેન્સીમાં રહેતા રામપ્રતાપ દિનાનાથ તિવારીના ઘરમાંથી તા. ૨૩મીની રાત્રે ચોર સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૭૬ હજારની મતા ચોરી ગયા હતા.
શાહીબાગ પ્રજેશ ફ્લેટમાં ચોરી
શાહીબાગ સિમલા એવન્યુ ખાતેના પ્રજેશ ફ્લેટમાં રહેતા શિલ્પાબેન મહેશકુમાર પટેલના ઘરમાંથી તા. ૨૩મીના રોજ વહેલી સવારે ચોર રૂ. ૪૦ હજારની મતા ચોરી ગયા હતા.
સીટી બસમાં આધેડે રૂ. ૭૨ હજાર ગુમાવ્યા
ઓઢવ ઇગ્નાસ પાર્કમાં રહેતા ભીખાભાઇ વેગડા ૨૩મીએ સાંજે ગીતામંદિરથી ૧૩૬ નંબરની બસમાં સારંગપુર ગયા હતા, જે દરમિયાન કોઇ ગઠિયો તેમના પર્સમાંથી રૂ. ૭૨ હજાર સેરવી ગયો હતો.
નરોડામાં કારના કાચ તોડી લેપટોપની ચોરી
બોપલ સ્વિંગ એપાર્ટમેન્ટમાં રહેતા દેવેન્દ્રસિંગ ભાટિયા તા.૨૩મીએ ઠક્કરનગર મહાલક્ષ્મી ટીવીએસના શોરૂમ આગળ કાર પાર્ક કરી હતી જેમાંથી ચોર કારના કાચ તોડી તેમાંથી લેપટોપ, ડેટાકાર્ડ ચોરી ગયા હતા.
નરોડાની ડેરી પાર્લરમાં નોકરોનો હાથફેરો
નરોડાના પાયલનગરમાં ન્યુ છત્રભુજ ડેરી ધરાવતા જીગ્નેશ શાંતિભાઈ પટેલની ડેરીમાં કામ કરતાં દેવીલાલ મારવાડી અને ગૌતમ દેવાજી મારવાડી ૧૯મીના રોજ રાત્રે રૂ.૬૦ હજાર રોકડા ચોરીને ભાગી ગયા છે.