• Gujarati News
  • Police Department Support For Martyr PSI Arjunsih Vala's Child Education

શહીદ PSI વાળાનાં સંતાનો માટે સહાયનો ધોધ : 1 કરોડનાં વળતરની માગણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: બુટલેગરોનો સામનો કરતા શહીદ થયેલા શામળાજીના પોલીસ સબ ઈન્સ્પેકટર અર્જુનસિંહ વાળાના બેચમેટ પોલીસ સબ ઈન્સ્પેકટરોએ અર્જુનસિંહની દીકરી શ્વેતા અને દીકરા વિશ્વજિત માટે એજ્યુકેશન(શિક્ષણ)પોલિસી લેવાનું નક્કી કર્યુ છે. આનો હેતુ અર્જુનસિંહના બંને બાળકો ઈચ્છે ત્યાં સુધી અભ્યાસ કરી શકે તેવો છે. બંને બાળકો માટે જે એજ્યુકેશન પોલિસ લેવાશે તે સામાન્ય રકમ નહીં પરંતુ લાખો રૂપિયાની લેવાનું તેમના બેચમેટસ એ નક્કી કર્યુ છે.

- શહીદ PSI વાળાના બંને સંતાન માટે બેચમેટ મોટી એજ્યુકેશન પોલિસી લેશે
- સહયોગ: પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તરફથી સહાયનો ધોધ
- ‘આપ’એ 1 કરોડનું વળતર આપવાની માગણી કરી

પત્ની રંજનબહેન તેમજ 6 વર્ષની દીકરી શ્વેતા અને પાંચ માસના દીકરા વિશ્વજિતને ભવિષ્યમાં આર્થિક તકલીફ ન પડે તે માટે રાજ્યના પોલીસ વડાએ તેમને 5 લાખની સહાય કરી છે,જ્યારે રાજ્યના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ શહીદ અર્જુનસિંહ વાળાના પરિવારને આર્થિક મદદ કરવા તત્પર બન્યું છે. જો કે દરેક પોલીસ કર્મચારી અને અધિકારી તેમની ઈચ્છા પ્રમાણે વાળા પરિવારને આર્થિક મદદ કરી રહ્યું છે. દરમિયાન દિલ્હીની જેમ ફરજ પર શહીદ થનારા પોલીસ કર્મચારીને 1 કરોડના વળતરની તેમજ વાળાને પણ 1 કરોડ આપવા માગણી કરી છે.

આગળ વાંચો શિક્ષણ માટે ઓશિયાળા રહેવું ન પડે તેવો ઉમદા હેતુ,100ના વોટ્સએપ ગ્રૂપમાંથી દરેક 5 હજારનો ફાળો આપશે...