તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી કેસઃ DIG ભાટીની ધરપકડમાં પોલીસની પાછીપાની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- DIG ભાટીએ દારૂ પીધો જ નહીં હોવાનું પોલીસનું રટણ

ગુજરાત પોલીસના માનવ અધિકાર અને સામાજિક ન્યાય વિભાગના ડીઆઈજી કેશરીસિંહ ભાટી અને તેમના દીકરા જયદેવસિંહે જાહેર રોડ ઉપર મારા મારી કરી ત્યારે તેમણે દારુ પીધેલો હોવાનો ભોગ બનનાર નમન અને ઘટનાને જોનારા લોકો કહી રહ્યા છે. નમને તો પણ ફરિયાદમાં તે વાતનો ઉલ્લેખ કર્યો છે તેમ છતાં ડીઆઈજી ભાટી દારુ પીધેલી હાલતમાં નહીં હોવાનું પોલીસ કહી રહી છે અને ભાટી તથા તેમના પૂત્ર વિરુધ્ધ મારામારીનો ગુનો નોંધાયો હોવા છતાં પોલીસે તેમની ધરપકડ કરી નથી. શ્રમજીવી ટેમ્પો રીક્ષા ચાલક સાથે રોડ ઉપર મારામારી કરી રહેલા ભાટી અને તેમના પુત્રને રોકવાનું નમનને ભારે પડી ગયું હોવાનું લાગી રહ્યું છે.

- ચેકિંગમાં વ્યસ્ત હોવાથી તપાસ થઇ નથી

દિવાળી નિમિત્તે વાહન ચેકીંગ-નાકાબંધીની કામગીરી સોંપવામાં આવી છે.તેના કારણે હાલમાં આ ફરિયાદોની તપાસ થઇ શકી નથી. - વી.એમ.સેલર, પીઆઈ ગુજરાત યુનિર્વસીટી પંચનામામાં દારૂ પીધેલા હોવાનું જણાયું નથી પીઆઈ સેલર, એસીપી જે.બી.ભાભોર, મેજિસ્ટ્રેટ અને બે પંચોની હાજરીમાં ડીઆઈજી ભાટીના શરીર સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે દારૂ પીધો નહીં હોવાનું જાણવા મળ્યું છે. - વિરેન્દ્રસિંહ યાદવ, ડીસીપી ઝોન-૧

- ભીનું સંકેલવા જ તપાસ પીઆઈ સેલરને સોંપાઇ

સામાન્ય રીતે કોઇપણ અધિકારી વિરુદ્ધના આક્ષેપ કે ફરિયાદની તપાસ તેમનાથી નીચેના અધિકારી કરી શકે નહીં, જ્યારે ડીઆઈજી ભાટીના કિસ્સામાં તેમની વિરુદ્ધની તપાસ ગુજરાત યુનિર્વસીટી પીઆઈ વી.એમ.સેલરને જ સોંપવામાં આવી છે તેથી તર્ક-વિતર્ક ઉભા થયા છે. જો કે આ કેસમાં બંને પક્ષે સમાધાન કરાવીને ભીનુ સંકેલવાનું હોવાથી જ તપાસ અન્ય કોઇ ઉપરી અધિકારીને નહીં સોંપીને પીઆઈ સેલરને સોંપવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

- શરીર પંચનામામાં દારુ પીધેલા હોવાનું જણાયું નથી

પીઆઈ સેલર, એસીપી જે.બી.ભાભોર, મેજીસ્ટ્રેટ અને બે પંચોની હાજરીમાં ડીઆઈજી ભાટીના શરીર સ્થળનું પંચનામુ કરવામાં આવ્યુ હતુ, જેમાં તેમણે દારુ પીધો નહીં હોવાનું જાણવા મળ્યું છે.
- વિરેન્દ્રસિંહ યાદવ, ડીસીપી ઝોન-૧