તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ પીડિત યુવતીના આપઘાતના પ્રયાસ બાદ પોલીસે કરી આરોપીની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યાહૂ મેસેન્જર પર બહેરામપુરાના આકાશ બિછાણી નામના યુવક સાથે પ્રેમમાં પડયા બાદ મુંબઈથી નોકરી છોડી આવેલી યુવતીએ તેની સામે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેના કેસમાં પોલીસનાં નીરસ વલણથી કંટાળેલી યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતાં આખરે નવરંગપુરા પોલીસે આકાશની ધરપકડ કરી હતી. પોલીસે તેને ર્કોટમાં રજૂ કરતાં ર્કોટના આદેશથી તેને જેલમાં મોકલવામાં આવ્યો છે.

ગયા અઠવાડિયે પોલીસ ન્યાય નહિ‌ અપાવે તેવું માનીને દુષ્કર્મનો શિકાર બનેલી યુવતીએ દધિચી બ્રિજ પાસે હાથની નસ કાપી અને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં મુંબઈમાં રહેતી નોકરિયાત યુવતી યાહૂ મેસેન્જર પર આકાશ બિછાણીના સંપર્કમાં આવી હતી, જોકે આ સંપર્ક ક્યારે ગાઢ મિત્રતા અને ત્યાર બાદ પ્રેમમાં પરિણમ્યો તેનું યુવતીને ભાન ન રહ્યું. તે મુંબઈ છોડી આકાશને પરણવા અમદાવાદ આવી ગઈ હતી. અહીં તેણે નોકરી પણ શરૂ કરી દીધી હતી. આકાશે યુવતીને પાલડીમાં ફ્લેટ પણ ભાડે અપાવ્યો હતો.

દરમિયાન, આકાશ બીજી યુવતી સાથે સગાઈ કરી રહ્યો હોવાનું જાણતાં તેણે તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે આકાશની ધરપકડ કરવાની તસદી લીધી નહોતી. યુવતીએ આ બાબતે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતાં નવરંગપુરા પોલીસે આકાશ ઘર છોડીને ભાગી ગયો હોવાની કેફિયત રજૂ કરી હતી.