તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિહારમાં બ્લાસ્ટથી જગન્નાથ મંદિરની સુરક્ષા વધારાઈઃ રાજ્યભરમાં પોલીસ એલર્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિહારમાં બ્લાસ્ટથી જગન્નાથ મંદિરની સુરક્ષા વધારાઈ
શહેરના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી ગોઠવીને સઘન વાહન ચેકિંગ શરૂ કરાયું
એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ, મલ્ટિપ્લેકસ સહિ‌તના સ્થળોની સુરક્ષા વધારાઈ


રથયાત્રાને માંડ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રવિવારે વહેલી સવારે બિહારના બોધગયામાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોને પગલે ગુજરાત રાજ્યની પોલીસને એલર્ટ કરી દેવાઈ છે.

ખાસ કરીને જમાલપુરના જગન્નાથ મંદિર, અંબાજી, ડાકોર તેમ જ પાલિતાણા સહિ‌તનાં ધાર્મિ‌ક સ્થળો, રેલવે સ્ટેશન, એરપોર્ટ, મોલ,મલ્ટિપ્લેક્સ, બાગ બગીચા સહિ‌તના જાહેર અને ભીડભાડવાળાં સ્થળોની સુરક્ષા વધારી દેવાઈ છે. અમદાવાદ શહેરના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર પણ પોલીસે નાકાબંધી કરી વાહનોની સઘન તપાસ શરૂ કરી છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ