બાઈકચોરની સ્વરૂપવાન પત્નીને જોઈને મણિનગરના પીઆઈનું મન ડગ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- PIએ બાઈક ચોર જીમ્મીની પત્ની સમક્ષ અશ્લીલ માગણી કર્યાનો આક્ષેપ
- આરોપીની પત્નીએ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરતા કેસમાં નવો વિવાદ


શહેરના જુદા જુદા વિસ્તારમાં ૧૦૦ જેટલી બાઇક ચોરીના કેસમાં મણિનગર પીઆઈ વી. જે. ગઢવી સામે ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ કોર્ટમાં કરાઇ છે. જેમાં આરોપીની પત્ની સાથે બીભત્સ માગણી કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કોર્ટે આરોપીની પત્નીની અરજી રેકર્ડ પર લઇ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મણિનગર પોલીસે ૧૦૦થી વધુ બાઇક ચોરીના આરોપસર વિંઝોલ ખાતે રહેતા જીમ્મી પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પણ પોલીસે આરોપીની સઘન પૂછપરછ જારી રાખી હતી. બીજી તરફ પોલીસ તપાસ માટે આરોપીના ઘરે પણ ગઇ હતી. બીજી તરફ પતિને મળવા તે પોલીસ મથકે ગઇ ત્યારે ત્યાં હાજર પીઆઈ વી. જે. ગઢવીને તેણે જણાવ્યું હતું કે, જીમ્મી માટે જમવાનું અને પાણી સહિ‌તની વસ્તુ હું પોલીસ મથક લઇ આવી શકું છું. ત્યારે પીઆઈ ગઢવીએ અશ્લીલ હરકત કરતા જણાવ્યું હતુ કે, ઓશિકાં અને ગાદલાં પણ લઇ આવજે. આ અંગે પૂછતાં જીમ્મીની પત્નીએ જણાવ્યું હતું કે, પીઆઈએ અશ્લીલ માગણી કરી હતી જે હું જણાવી પણ શકતી નથી. આટલું બોલતાં બોલતાં તે રડી પડી હતી. ત્યાર બાદ તેના એડવોકેટ આનંદ બ્રહ્મભટ્ટે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે જેમાં પોલીસ પર વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...