૪૪૪૫ વિદ્યાર્થીઓએ આપી P.hd માટે પેટની એકઝામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુલ ૭૮૦૦ ફોર્મ ભરવામાં આવ્યા હતા ચાર ભાષામાં પી.એચડી માટે એકઝામ રવિવારે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી(બાઓ) દ્વારા પીએચડી કોર્સમાં પ્રવેશ માટેની પેટ એકઝામ લેવામાં આવી હતી. આ પરીક્ષા બાબતે યુવાનોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. યુનિવસિર્ટી દ્વારા શહેરના ૯ કેન્દ્ર પર એકઝામનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં ૪૪૪પ વિદ્યાર્થીઓએ પેટની પરીક્ષા આપી હતી. ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી(બાઓ)પહેલી યુનિવર્સિટી છે જયા એક સાથે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કુત એમ ચાર ભાષામાં પીએચડીમાં પ્રવેશ માટે એન્ટ્રેન્સ ટેસ્ટ પેટનું આયોજન થયું હોય. બાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે રવિવારે અમદાવાદ અને તેની આજુબાજુના ૯ સેન્ટર પર ૨૬ વિષયોમાં ૪૪૪પ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. આ ટેસ્ટ અંગે માહિતી આપતા રજીસ્ટ્રાર પિયુશ શાહે જણાવ્યું કે, પી.એચડીમાં પ્રવેશ મેળવવા માટે ૭૮૦૦ સ્ટુડન્ટ્સએ એપ્લિકેશન કરી હતી. આ અરજીઓ પૈકી ૪૪૪૫ વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પેટ માટે એલિજિબલ ગણવામાં આવ્યા હતા. ચાર ભાષામાં પી.એચડી માટેની આ ટેસ્ટનું પરિણામ ફકત દસ જ દિવસમાં બાઓની વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવશે. લેખિત પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને બીજા તબક્કામાં કમિટી સમક્ષ ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. પ્રવેશ માટે લેખિત-મૌખિકના ગુણ ઉપરાંત નેટ અથવા સ્લેટની એકઝામ, ઉમેદવારનો અનુભવ વગેરે પણ ધ્યાનમાં લેવામાં આવશે.