• Gujarati News
  • Permanent Librarian Post Empty In More Than 150 Colleges

૧પ૦થી વધુ કોલેજોમાં કાયમી લાઈબ્રેરિયનની પોસ્ટ ખાલી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં એક તરફ રાજ્ય સરકાર 'વાંચે ગુજરાત અભિયાન’ ચલાવી રહી છે, બીજી તરફ રાજ્યની વિવિધ ૧પ૦થી વધુ કોલેજોમાં કાયમી મુખ્ય લાઈબ્રેરિયનનો અભાવ હોવાની, કાયમી લાઈબ્રેરિયનની નિયુક્તિ જ ન કરાઈ હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં અપેક્ષા મુજબના પુસ્તકો ન મળતા હોવા સહિ‌તની અનેક સમસ્યાઓ સર્જા‍યા હોવાની વિગતો મળી છે.

આ અંગે મળતી માહિ‌તી મુજબ ગુજરાત રાજ્યમાં આશરે ૧પ૦થી વધુ સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો સહિ‌તની ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં લાઈબ્રેરી આવેલી છે, પરંતુ આ લાઈબ્રેરીઓમાં ૧૯૯૭ની સાલથી લાઈબ્રેરિયનની કાયમી પોસ્ટ પર ભરતી કરવામાં આવી જ નથી. આ કોલેજોમાં હાલમાં લાઈબ્રેરિયનની પોસ્ટને કાયમી ભરતીના અભાવે કોલેજના અન્ય કર્મચારીઓ દ્વારા લાઈબ્રેરીનું સંચાલન થાય છે. જેના કારણે એક કરતાં વધારે પ્રશ્ન ઊભા થયા છે.


કોલેજોના વિદ્યાર્થીઓને પોતાના મનપસંદ પુસ્તકો મેળવવા હોય તો કાયમી લાઈબ્રેરિયન સમક્ષ રજૂઆત કરી શકતા નથી. આ ઉપરાંત લાઈબ્રેરીમાં અન્ય પુસ્તકને લગતા કે અન્ય પ્રશ્નો હોય તો તે બાબતે પણ તેનો ઉકેલ આવી શકતો નથી.

એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વાંચે ગુ્રજરાત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત લોકોમાં વાંચન પ્રત્યે અભિરુચિ કેળવાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ સહિ‌તના ગુજરાતના વિવિધ લાઈબ્રેરીઓમાં ચીફ લાઈબ્રેરિયનની કાયમી પોસ્ટની નિયુક્તિ કરાઈ જ નથી.રાજ્ય સરકારના વલણની સામે પણ પ્રશ્નાર્થ સર્જા‍યો છે. ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોના વિદ્યાર્થીઓમાં એવી લાગણી છે કે સત્વરે આ કોલેજોમાં કાયમી લાઈબ્રેરિયનોની નિયુક્તિ કરવામાં આવે.