અ'વાદ: ઉદગમના ટ્રસ્ટીઓને ફી વધારો પાછો ખેંચવા 30મી સુધીનું અલ્ટિમેટમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વાલીઓએ સ્કૂલેથી વસ્ત્રાપુર તળાવ સુધીની રેલી યોજી)
- આક્રમક વલણ: વાલીઓએ સ્કૂલથી વસ્ત્રાપુર તળાવ સુધી રેલી કાઢી
- તા.4 નવેમ્બરથી ઉગ્ર આંદોલનની ચેતવણી
- ટ્રસ્ટીઓના જક્કી વલણથી ઘર્ષણનાં એંધાણ
અમદાવાદ: થલતેજ ખાતે આવેલી ઉદગમ સ્કૂલમાં કરાયેલા 86 ટકા ફી વધારાના વિરોધોમાં રવિવારે વાલીઓએ સ્કૂલેથી વસ્ત્રાપુર તળાવ સુધી રેલી કાઢી હતી અને સ્કૂલ બોર્ડના ટ્રસ્ટીઓની 30 ઓક્ટોબરની બેઠકમાં ફી વધારાના મામલે કોઈ નિકાલ ન આવે તો વધુ આક્રમક બની દિવાળી વેકેશન બાદ 4 નવેમ્બરથી આંદોલનનો નિર્ણય કરાયો હતો. ઉદગમ સ્કૂલમાં હાલ નર્સરીમાં લેવાતી 1,06,000 ફી આગામી વર્ષથી જુનિયર કેજીમાં લેવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય કરતાં વાલીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી ગઇ છે.
હાલ જુનિયર કેજીમાંં 57,000 ફી લેવાય છે. જેમાં અંદાજે 86 ટકા જેટલો તોતિંગ ફી વધારો કરાયો હોવાનું મનાય છે. બીજી તરફ ફી વધારાનો આર્થિક બોજો પડતાં વાલીઓ વીફર્યા હતા અને જોધપુર તેમજ થલતેજ ખાતેની સ્કૂલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ પછી ટ્રસ્ટીઓ કુણા પડ્યા હતા અને ફી ઘટાડી 70,000 કરવાની જાહેરાત કરી હતી. થલતેજ ખાતેની સ્કૂલની બહાર થતાં પાર્કિગથી સ્થાનિક લોકોમાં ભારે રોષ રહ્યો છે. સ્કૂલ પાસે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી સ્થાનિક લોકો વારંવાર ટ્રાફિકજામની સમસ્યાથી કંટાળી ગયા છે. રોડ પરથી પાર્કિંગ દૂર કરી વાહનો સ્કૂલની અંદર પાર્ક કરાવવા જોઇએ તેવી લોકોએ માંગણી કરી છે.
ફી વધારો પાછો ખેંચો તાનાશાહી બંધ કરો આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...