રીયલ વસ્તુઓને કેમેરે કેદ કરતું પ્રદર્શન, ઉમટ્યા અમદાવાદીઓ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેં રીયલ વસ્તુઓને કેમેરામાં કેદ કરી છે

પેઇન્ટિંગ આર્ટિ‌સ્ટ હેમાલી પરિખ દ્વારા 'ફ્લોટિંગ ફોમ્ર્સ ફ્રોમ નેચર’ની થીમ પર પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન શનિવારે સાંજે પાંચ વાગ્યે રવિશંકર રાવલ ભવન ખાતે સાયકોલોજિસ્ટ ડો.પ્રશાંત ભિમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે (આર્કિટેક્ટ) શ્યામ સુંદર શાસ્ત્રી અને ક્રિશ્ના શાસ્ત્રી હાજરી આપી હતી. આ આ એક્ઝિબિશન ૧૭થી ૨૦મી માર્ચે સાંજે ૪થી ૮ સુધી જોઇ નિહાળી શકાશે. આ અંગે વાત કરતાં આર્ટિ‌સ્ટ હેમાલી પરીખે જણાવ્યું હતું કે, મેં મારા દરેક પેઇન્ટિંગ્સને એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ બનાવ્યાં છે. એબસ્ટ્રેક્ટનો ટ્રેન્ડ એટલાં માટે ચાલી રહ્યો છે કારણ કે, રીયલ વસ્તુને તો કેમેરામાં પણ કેદ કરી શકાય છે.

તસવીરો જોવા માટે ક્લિક કરો:
તસવીરકાર: કરણસિંહ પરમાર