તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાદિક કેસમાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા હુકમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાદિકના ભાઇ દ્વારા કરાયેલી અરજીમાં સીબીઆઇ કોર્ટ આજે સીબીઆઇને ૬ઠી ઓગસ્ટ સુધીમાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે. કોર્ટે સીબીઆઇને તેની તપાસ ઝડપી કરવાની તાકીદ કરી હતી.

ભાવનગરના યુવક સાદિક જમાલના એન્કાઉન્ટર કેસમાં તેના ભાઇ શબ્બીર મેહતરે અરજી કરી એવી રજૂઆત કરી હતી કે તેના ભાઇનું એન્કાઉન્ટર બોગસ કરવામાં આવ્યુ છે. તેના ભાઇની ગુજરાત પોલીસ દ્વારા હત્યા કરાઇ છે. આ કેસમાં આઇબીના વડા રાજેન્દ્રકુમાર, મુખ્યમંત્રી મોદી, અમિત શાહ અને મુંબઇ પોલીસના દયા નાયકની ભૂમિકા તપાસાઇ નથી અને તે અંગે સીબીઆઇએ સમગ્ર તપાસ અવગણી છે.