સાધુ-સંતો દ્વારા 'ઓહ માય ગોડ’ ફિલ્મનો વિરોધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં આવેલી 'ઓહ માય ગોડ’ નામની હિ‌ન્દી ફિલ્મમાં બતાવાયેલી વિગતો અને દ્રશ્યો હિંદુ સંસ્કૃતિને અને સંસ્કારોની મજાક ઉડાવી રહ્યા હોવાની લાગણી સાધુ અને સંત સમાજમાં થતા તેમણે આ ફિલ્મનો વિરોધ દર્શાવ્યો છે. અને આવી ફિલ્મ સિનેમા થિયેટરમાં ન બતાવવી જોઇએ તેવું જણાવ્યું છે. ફિલ્મના કેટલાંક દ્રશ્યોમાં હિંદુ સંસ્કારોની મજાક ઉડાવવામાં આવી છે.કાંકરિયા સ્વામીનારાયણ મંદિરના આનંદસ્વામી,અખીલ ભારતીય સંત સમિતિના અખિલેશ્વર દાસજી, પુરુષોતમદાસજી, આત્માનંદજી મહારાજ માણાવદરે આવી ફિલ્મ નહીં દર્શાવવાનો મત વ્યક્ત કર્યો છે.