ઓઈલ ચોરીમાં વડોદરાના કાકા નામના શખ્સનું નામ ખૂલ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના સીમાડે આવેલી આઈ ઓ સીની પાઈપ લાઈનમાં પંચર કરી ૭ કરોડની ઓઈલ ચોરી કરવાના કેસમાં કંપનીના જ માજી વોચમેન રમેશ યાદવની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ બાદ તેને ગુરુવારે સાંજે રાજસ્થાન પોલીસને હવાલે કરી દેવાયો હતો. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે રમેશ યાદવની પૂછપરછમાં વડોદરાના તેના કાકા નામના સાગરીતનું નામ ખૂલ્યું છે. જેને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી બાજુ ઓઈલ તસ્કરીમાં કંપનીના કેટલાક મોટા માથાઓના નામ ખુલવાની આશંકા પણ ક્રાઈમ બ્રાન્ચે સેવી છે.

ક્રાઈમ બ્રાન્ચને આશંકા છે કે રમેશ યાદવ પાઈપ લાઈનમાં પંચર કરવા ઉપરાંત ડેપોમાંથી ઓઈલ ભરીને નીકળતી કેટલીક ટેન્કરોમાંથી તસ્કરી કરતો હતો. જો કે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મથુરામાં કરોડોની ઓઈલ ચોરીમાં વોન્ટેડ હોવાથી તેને હાલમાં રાજસ્થાન પોલીસ લઈ ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું હતું કે રમેશ યાદવ અગાઉ કંપનીમાં વોચમેન તરીકે કામ કરતો હોવાથી તેને ખબર હતી કે આવા વાલ્વ કયાં છે. રાતના સમયે તે પર ઓઈલ ચોરી કરતો હતો.