તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વામીનું સેક્સકાંડઃ નીલકંઠ સ્વામીને યુવતી પહોંચાડનાર શખ્સની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વામીનું સેક્સકાંડઃ નીલકંઠ સ્વામીને યુવતી પહોંચાડનાર શખ્સની ધરપકડ
કાંડમાં પોલીસના સકંજામાં આવી ગયેલો પાંચમો આરોપી તો બહુનામધારી છે


કલોલના સઇજ ગામે આવેલા સ્વામીનારાયણ વિશ્વ મંગલ ગુરુકુલના નીલકંઠ સ્વામી સહિ‌ત ૬ વ્યક્તિ સામે આખરે ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી બાજુ મોબાઇલ ફોનથી સ્વામીની કામ લીલાનું શુટિંગ કર્યા પછી તેને પેન ડ્રાઇવ અને સીડીમાં લેવા માટે જે લેપટોપનો ઉપયોગ થયો હતો.

તે પૂરુ પાડનાર સગીર આરોપીની ધરપકડ કરીને તેને પોલીસે બાળ અદાલતમાં મોકલી આપ્યા પછી બુધવારે સ્વામીને યુવતીઓ પહોંચાડનાર બહુનામધારી શખ્સની ધરપકડ કરાઇ છે.