• Gujarati News
  • One KG Gold Sized On Ahmedabad Airport Air Arabia Visitor

અરેબિયા ફ્લાઈટના પ્રવાસી પાસેથી 25 લાખનું સોનું ઝડપાયું, દાણચોરો માટે અ’વાદ ફેવરિટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અમદાવાદ એરપોર્ટની ફાઈલ તસવીર)
- એરપોર્ટ પરથી 1 કિલો સોના સાથે પેસેન્જર ઝડપાયો
- શારજાહથી એર અરેબિયાની ફ્લાઈટમાંથી ઉતરેલા અમદાવાદના શખ્સે લેડીઝ પર્સમાં સોનું સંતાડ્યું હતું
- શખ્સ પાસેથી 6 બ્રેસલેટ, 24 વીંટી, સોનાનું બિસ્કિટ મળ્યું હતું
અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂ. 25 લાખનું સોનું પકડાયું છે. શારજાહથી એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા પ્રવાસી પાસેથી 970 ગ્રામ દાણચોરીનું સોનું જપ્ત કરવામાં આ‌વ્યું છે. કસ્ટમ સત્તાવાળાઓએ, દાણચોરીનું સોનું લાવનાર શખ્સને કોર્ટ સમક્ષ રજૂ કરતાં તેને જામીન પર મુક્ત કરાયો છે. શારજાહથી આવેલી એર અરેબિયાની ફ્લાઈટ જી 9-483માં ચેન્નાઈના રહીશ આવેલા ગોપાલ વી. વ્યાસ નામના પ્રવાસી અમદાવાદ વિમાનીમથકે આવ્યો હતો. આ ઈન્ટરનેશનલ પેસેન્જરે તેની પાસેના તમામ બેગેજ સ્ક્રીનિંગ મશીન પર મૂક્યો હતો.

આ લગેજ પૈકી એક કોરુગેટેડ બોક્સમાં કેટલીક મેટલની વસ્તુ હોવાનું માલૂમ પડ્યું હતું. કસ્ટમ્સ સત્તાવાળાઓને શંકા પડી હતી અને તેમણે આ બોક્સને ખોલતાં તેમાંથી ત્રણ લેડીઝ પર્સ જોવા મળ્યા હતા. આ લેડીઝ પર્સમાંથી 6 બ્રેસલેટ, પર્સના હેન્ડલને પર લગાવેલી રેડિયમ પ્લેટેડ સોનાની 24 વીંટી મળી આવી હતી. આ પર્સમાંથી 10 તોલાનું સોનાનુું એક બિસ્કીટ પણ મળ્યું હતું. આ પેસેન્જર પાસેથી કુલ રૂ.24,91,031 રકમનું 960.890 ગ્રામ દાણચોરીનું સોનું જપ્ત કરાયું હતું.

મૂળ અમદાવાદનો રહીશ ગોપાલ વ્યાસ છેલ્લાં 8 વર્ષથી ચેન્નાઈ રહે છે. આ પેસેન્જર કોના માટે કેરિયર તરીકે કામ કરે છે તેમજ કોનું સોનું છે, વગેરે બાબતે કસ્ટમ્સ સત્તાધીશોએ વધુ તપાસ હાથ ધરી છે. એરપોર્ટ ખાતે સોનાની દાણચોરીના કિસ્સામાં વધારો થવાને લીધે સોનાની દાણચોરી કરનારા પર નજર રાખવા માટે કસ્ટમ્સ સત્તાવાળાઓ દ્વારા એર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ની રચના કરી છે.
આગળ વાંચો દાણચોરો માટે અમદાવાદ એરપોર્ટ ફેવરિટ, સોનાના ભાવ ઘટતા દાણચોરી ઠંડી પડી હતી