આ વખતે નવરાત્રીમાં આઠમ-નોમ ભેગા, એક નોરતું ઓછું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(નવરાત્રીના ગરબાની તસવીર)
ગરબો વળાવવાનો, રાવણ દહન, શસ્ત્ર પૂજા અને એક જ દિવસે
અમદાવાદ: 25 સપ્ટેમ્બરને ગુરૂવારના રોજથી આસો માસના નોરતાનો પ્રારંભ થાય છે. આખુ વર્ષ ખેલૈયાઓ જેની રાહ જોઇ રહ્યા હોય છે તેવી નવરાત્રીમાં આ ‌‌વખતે અાઠમ અને નોમ ભેગા હોવાથી ગયા વર્ષની જેમ એક નોરતુ ઓછું છે. આ વખતે દશેરા અને નોમની ઉજવણી 3 ઓક્ટોબરને શુક્રવારના રોજ કરવાની રહેશે આથી રાવણ દહન, શસ્ત્ર પૂજા અને ગરબી વિસર્જન એક જ દિવસે થશે. માતાજીના ગરબાને 3 ઓક્ટોબરે વળાવવા નોમના નૈવેધ પણ આજ દિવસે કરવાના રહેશે.
આઠમ 2 ઓક્ટોબરના રોજ ગણવી, જો કોઇ ભાવિકો આઠમના દિવસે માતાજીને નૈવેધ ધરાવતા હોય તો તેમણે ગુરૂવારે નૈવેધ કરવો. જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાના જણાવ્યાનુસાર, એકાદશીનો ક્ષય અને 4 તારીખે સવારે 7 કલાક 24 મિનિટે દશમ પૂર્ણ થતી હોવાથી આગળના દિવસેે ઉજવવો. નોમ અને દશેરા પણ ભેગા છે. સાંજના દિવસે કરેલી શસ્ત્ર પૂજા વિશેષ ફળદાયી છે. નવરાત્રીની આઠમ અને નવમી આઠમને ગુરૂવારના દિવસે 12 કલાક અને 7 મિનિટે આઠમ પૂર્ણ થઇ જાય છે જેને કારણે નવમીનું પૂજન આજ દિવસે થાય પરંતુ નવરાત્રીની વ્રત ઉપાસના અને વિસર્જન માટે નોમ અને શુક્રવારે શાસ્ત્ર મતે લેવા.
શસ્ત્ર પૂજા સાંજે કરવાનો વિશેષ મહિમા
દરેક કાર્યમાં વિજય આપનારી વિજયાદશમી શાસ્ત્ર મતે અપરાહ્ન કાલવ્યાપીની હોવી જરૂરી છે. સઘળા કાર્ય અને અર્થ સફળતા માટે સંધ્યાકાળે શ્રવણ યોગ બનતો હોય ત્યારે આ તિથી માન્ય ગણાતી હોય છે. શસ્ત્ર પૂજન અથવા બસાંતર જવા વાળાએ 3 ઓક્ટોબરને શુક્રવારના રોજ વિજયાદસમીને ઉજવવી.