તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થતાં મતગણતરી સ્થગિત કરાઈ હતી
ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટની આઠ અને બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની ૧૪ બેઠકો માટેની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા મંગળવારે સ્થગિત કરીને લીગલ ઓપિનિયનના આધારે નિર્ણય લેવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા શનિવાર સુધીમાં વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની ચૂંટણી ફરી ચૂંટણી કરવી કે પછી સ્થગિત કરાયેલી મતગણતરીની પ્રક્રિયા ફરીથી ચાલુ રાખવી આ અંગેનો નિર્ણય શનિવાર સુધીમાં લેવાઈ જાય તેવી પ્રબળ શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટની આઠ તેમજ બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની ૧૪ જેટલી બેઠકો પરની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા મંગળવારે ગ્રામ્ય વિસ્તારની ત્રણ મતપેટીઓ ઉપર સીલ ન હોવાના મુદ્દે એનએસયુઆઈ અને એબીવીપીની વચ્ચે ભારે ઘર્ષણ- પથ્થરમારા-લાઠીચાર્જને કારણે ખોરવાઈ ગઈ હતી.જેથી ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓએ મતગણતરીની પ્રક્રિયા સ્થગિત કરીને લીગલ ઓપિનિયનના આધારે આગળનો નિર્ણય કરવાની જાહેરાત કરી હતી.
પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.