ઉસ્માનપુરા વોર્ડના ડેપ્યુટી ટીડીઓને NRIએ ધમકી આપી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉસ્માનપુરા વોર્ડના ડેપ્યુટી ટીડીઓ હિ‌તેન્દ્ર શાહે એનઆરઆઇ અમિત ગાંધી વિરુદ્ધ ધાકધમકી આપી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નારણપુરા પોલીસ મથકે નોંધાવી હતી.

ડેપ્યુટી ટીડીઓ હિ‌તેન્દ્ર શાહે એવી ફરિયાદ નોંધાવી હતી કે તેમના વિસ્તારમાં અમિત ગાંધીની માલિકીનું મકાન આવેલું જેના જરૂરી કાગળો લેવા માટે તેમણે અનિકેત પારકર નામના માણસને મોકલ્યો હતો.

જો કે કાગળ આપતા પહેલા ખરાઇ કરવા શાહે અમિત ગાંધીને ફોન કર્યો હતો ત્યારે ગાંધીએ તેમને ફોન ઉપર ગાળો આપી હતી. જોકે ત્યાર બાદ અમિત ગાંધીએ શાહની ઓફિસમાં જઇ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા એસીબીની ટ્રેપમાં પકડાવી દેવાની ધમકી આપી પૈસા માગતા હોવાનો કેસ કર્યો હતો.