તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'એક ઔર યાત્રા': જ્યારે જગન્નાથ પર આતંકી હુમલો કરાયો નિષ્ફળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજથી દિવ્યભાસ્કર.કોમ પર - અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા પર આતંકી હુમલાનો પ્લોટ ધરાવતી 9 હપ્તાની લઘુનવલ - રથયાત્રાનાં દિવસે ખુલશે આતંકી હુમલાનું ખૌફનાક રહસ્ય


'જય જગન્નાથ, જય જગન્નાથ'.

10 જુલાઇએ અમદાવાદીઓ ભગવાન જગન્નાથને પોતાનાં આંગણે આવકારવા તૈયાર થઇ ગયા છે.
450 વર્ષ જૂના અમદાવાદનાં જગન્નાથ મંદિરનો ઇતિહાસ જેટલો પુરાણો છે તેટલી જ ઐતિહાસિક છે રથયાત્રા. ડગલેને પગલે કોમી એખલાસનાં દર્શન કરાવતી આ યાત્રા ક્યારેક કોમી તોફાનનો ભોગ પણ બની છે. નવી પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ આવા જ એક 1985નાં તોફાન વખતે ગજરાજોએ પોલીસનાં વાહનોને હડસેલીને રથયાત્રાને આગળ ધપાવી હતી. ગજરાજોનું આ પ્રકરણ તો ઇતિહાસમાં નોંધાયેલું છે. પરંતુ રથયાત્રાને લગતાં એવા કેટલાય પ્રકરણો છે, જેનાથી નવી-જૂની પેઢી અજાણ છે. અજાણ એટલા માટે કેમ કે તે પ્રકરણો ગુપ્ત સરકારી ચોપડામાં ક્યાંક ધરબાઇ ગયા છે, બલકે ધરબી દેવામાં આવ્યા છે. કદાચ તે ક્યારેય બહાર નહીં આવે. પરંતુ રથયાત્રાનું આવું જ એક પ્રકરણ દિવ્યભાસ્કર.કોમ લઘુનવલ સ્વરૂપે પોતાનાં વાચકોની સમક્ષ લાવી રહ્યું છે.

એક એવું પ્રકરણ જેમાં કોમી એખલાશ અને સાંપ્રદાયિક સોહાર્દનું વાતાવરણને ડહોળવાનો પ્રયાસ થયો હતો, એક પ્રકરણ જેમાં ચીફ મિનિસ્ટરનાં બાહોશ આઇબી ઓફિસરે રથયાત્રા પરથી આતંકનો ઓછાયો દૂર કર્યો હતો, એક પ્રકરણ જેમાં ભગવાન જગન્નાથનાં રથનો રૂટ છેલ્લી ઘડીએ બદલાઇ જાય છે, એક પ્રકરણ જેમાં બે જગન્નાથજી, બે સુભદ્રાજી અને બે બલદેવજી છે.... હા, તમામ ભગવાનનાં બે રથ......

રથયાત્રાનું એ પ્રકરણ લઘુનવલરૂપે દિવ્યભાસ્કર.કોમ પર.... આજથી રથયાત્રા સુધી લઘુનવલ 'એક ઔર યાત્રા'.... આગળ વાંચો, પ્રકરણ-1