ફાઉન્ડેશન ડેની ઊજવણી: વકીલ માટે ડિસ્કશન એ મધર છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગ્રીક નાટક 'એન્ટિગોની’ સ્ટુડન્ટ્સ દ્વારા ભજવવામાં આવ્યું)
ઇન્સ્ટિ‌ટયુટ ઓફ લો, નિરમા યુનિવર્સિ‌ટી દ્વારા ૭મા ફાઉન્ડેશન ડેની ઊજવણી મંગળવારે કરવામાં આવી જેમાં આશરે બે હજાર વર્ષ પહેલાં લખાયેલું ગ્રીક નાટક 'એન્ટિગોની’ સ્ટુડન્ટ્સ દ્વારા ભજવવામાં આવ્યું હતું.

અમદાવાદ : ઇન્સ્ટિ‌ટયુટ ઓફ લો, નિરમા યુનિવર્સિ‌ટી દ્વારા ૭મા ફાઉન્ડેશન ડેની ઊજવણી મંગળવારે નિરમા ઇન્સ્ટિ‌ટયુટ ઓફ મેનેજમેન્ટ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ડિયન લો ઇન્સ્ટિ‌ટયુટ, ન્યુદિલ્હી અને નેશનલ જ્યુડિશીયલ એકેડેમી, ભોપાલનાં ફોર્મર ડાયરેક્ટર કે.એન. ચંદ્રશેખર પિલ્લાઇએ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે નિરમા યુનિવર્સિ‌ટીનાં ડ્રામા એનરિચમેન્ટ પ્રોગ્રામનાં વિદ્યાર્થીઓએ આશરે બે હજાર વર્ષ જૂનું ગ્રીક નાટક 'એન્ટીગની’ ભજવ્યું હતું.

આ પ્રસંગે ચીફ ગેસ્ટ કે.એન.ચંદ્રશેખર પિલ્લાઇએ કાયદાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મોટિવેટ કરતા કહ્યું હતું કે, દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુ પણ વકીલ હતાં અને તેમણે વકીલાતનાં કાયદાઓને સમજીને દેશની રાજનીતિ બદલી નાંખી હતી. તેમણે દેશને સ્વતંત્રતા અપાવી અને સમાજને માટે માર્ગદર્શક પોલિટિકલ લીડર્સ બન્યાં. તમે 'લો’નાં સ્ટુડન્ટ્સ છો, તમારે પોતાની સ્કિલ્સને ડેવલપ કરવી જોઇએ, તેમજ પ્રેડિક્શન ટેક્નિકની પ્રેક્ટિસ કરવી જોઇએ. કોઇપણ વકીલ માટે 'ડિસ્કશન એ મધર છે.’ તમારે દેશમાં જે કેસીસ સોલ્વ થઇ ગયાં છે તેની ચર્ચા કરવી જોઇએ. કોલેજમાં પ્રોફેસર્સની સાથે નવા કેસીસને પણ ડિસ્કસ કરવાં જોઇએ.

વધુમાં તેમણે કહ્યું કે, વર્લ્ડ વોર- ૨ પછી હ્યુમન રાઇટ્સની શરૂઆતથી નવાં કાયદાઓ આવ્યાં, નવાં પ્રોટેક્શન આવ્યાં. તેમાં ઇન્ડિયન જ્યુડિશિયરીમાં વ્યક્તિની સ્વતંત્રતાને કેન્દ્રસ્થાને રાખવામાં આવી હતી. નવા કાયદાઓ વિશે કાયદાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માત્ર નહીં, પરંતુ દરેક સિટિઝનમાં એ વિશે જાગૃતિ હોવી જરૂરી છે. જ્યારે ઇન્સ્ટિ‌ટયુટ ઓફ લોનાં ડાયરેક્ટર પૂર્વી પોખરિયાલે લિટરરી એન્ડ ડ્રામા કમિટીનો ઉત્સાહ વધારતાં કહ્યું હતું કે, આ નાટકનો ઉત્સાહ એકદમ ગ્રાઉન્ડ-ટેકિંગ હતો. કમિટીએ હંમેશાં લિગલ ઇશ્યુઝને બહાર લાવે તેવાં પ્રયત્નો કર્યા છે. જેમાં લો અને લિટરેચર એ બંનેનો સબંધ સૂચક બને છે.

ગ્રીક નાટક 'એન્ટિગોની’ વિશે

આ નાટક નિરમા યુનિવર્સિ‌ટીનાં અંગ્રેજીનાં પ્રોફેસર એસ.શર્માએ ડાયરેક્ટ કર્યું હતું. ગ્રીક નાટકની પ્રોટાગોનિસ્ટ એન્ટિગોની જ્યારે તેનાં ભાઇનાં મૃત્યુબાદ રાજા પાસે ન્યાય માગવા જાય છે ત્યારે રાજા નવા નિયમોને બદલતાં નથી. સમગ્ર સંઘર્ષ બાદ એન્ટિગોની આત્મહત્યા કરે છે. એન્ટિગોનીનાં પ્રેમમાં રાજાનો દિકરો હોય છે. ત્યારે રાજાનો દિકરો રાજા ક્રેયોનને ધિક્કારે છે અને કહે છે કે રુલર તરીકે તમે ખોટાં છો અને અંતે તે પોતે પણ તેની સામે આત્મહત્યા કરે છે. આ ટ્રેજેડી ડ્રામાને લો ગ્રેજ્યુએટ્સે ગ્રીક કોસ્ચ્યુમ્સમાં સજ્જ ખૂબ જ સહજતાથી ભજવી બતાવ્યું હતું. આ નાટકમાં રસપ્રદ એ હતું કે નાટકનાં દરેક કેરેક્ટરને ત્રણ વ્યક્તિઓએ ભજવ્યાં હતાં. જેમ કે એન્ટિગોનીનું પાત્ર ત્રણ યુવતીઓ દ્વારા ભજવવામાં આવ્યું હતું.