• Gujarati News
  • NH Safal Construction Site On Two Workers Death Case Of Solution

HN સફલની બાંધકામ સાઈટ પર બે મજૂરોનાં મોત પ્રકરણે ભીનું સંકેલાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસ્ટેટ-ટીડીઓનો તપાસ રિપોર્ટ કમિશનરે પરત મોકલી દીધો

એસ.જી.હાઇવની એચ.એન.સફલ ગ્રૂપની સફલ મોન્ડિયલ હાઈટ્સ નામની કન્સ્ટ્રકશન સાઈટ પર બે મજૂરોના મોતના પ્રકરણમાં મ્યુનિ. તંત્ર દ્વારા ભીનું સંકેલાઇ રહ્યું હોય તેવી ચર્ચા છે. આ ઘટના અંગે મ્યુ. કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ આપેલા આદેશ મુજબ નિયમસર તપાસ કરવાના બદલે એસ્ટેટ-ટીડીઓ વિભાગે માત્ર મજૂરોના નિવેદન લઇને રિપોર્ટ કમિશનરને સબમિટ કર્યો હતો જે કમિશનરે પરત મોકલી દીધો હતો. આ અંગે એસ્ટેટ ઓફિસર એચ.આર. શાહ કે ડેપ્યુટી મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ મગનું નામ મરી પાડતા નથી.

સફલ મોન્ડિયલ હાઇટ્સ નામની બાંધકામ સાઇટ ઉપર મજૂરો કાચા પતરા બાંધીને રહેતા હતા. તેથી વાવાઝોડાને કારણે બે મજૂરના દટાઇ જવાથી મોત થયા હતા. હવે રિપોર્ટમાં શું સુધારો થશે? : મ્યુનિ.કમિશનરે તપાસ રિપોર્ટ પાછો કરી દીધો છે. આ રિપોર્ટમાં શું સાઇટ સંચાલકો સામે કડક પગલાંની ભલામણ કરાઇ હતી કે તેમને બચાવવાનો પ્રયાસ કરાયો હતો તે અંગે તંત્ર કંઇ બોલવા તૈયાર નથી પણ હવે રિપોર્ટમાં શું સુધારો થશે? તે એક રહસ્ય બની ગયું છે.