POTOS: અમદાવાદના આહ્લાદક વાતાવરણમાં 'અમેરિકન’ આગમન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના રમણીય કાંકરિયા તળાવમાં એક અવનવી અમેરિકન બોટ-પોન્ટુનનું આગમન થયું છે. સોફાસેટ અને ટેબલ ધરાવતાં આ ૧૦ સીટર લકઝરિયસ બોટમાં ૪૦ એચ.પી હાઈપાવર જાપાનીઝ એન્જિન ફિટ કરવામાં આવ્યું છે. ૮૦૦ કિલો વજન અને મહતમ ૨૦ નોટિકલ માઈલ્સની ઝડપ ધરાવતી પોન્ટુન બોટની બોડી એલ્યુમિનિયમની છે.

રૂપિયા ૧પ લાખના ખર્ચે અમેરિકાથી લવાયેલી આવી બીજી બોટ નજીકના દિવસોમાં સાબરમતી રિવરફ્રન્ટમાં પણ જોવા મળશે. તસવીરમાં સહેલાણીઓ આહલાદક વાતાવરણમાં 'પોન્ટુન’ની આરામદાયક સફર માણી રહ્યા છે.

તસવીરઃ ક્લિપત ભચેચ