અમદાવાદનો બદલાશે નકશો: લેવાયો આવો નિર્ણય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરના બે તાલુકા ઘટાડી ચાર કરાશે
વહીવટી સરળતાના નામે અધિકારીઓએ કરેલું હોમવર્ક ખોટું ઠર્યું
મહિ‌ના પહેલાં જ અમદાવાદના છ તાલુકા બનાવાયા હતા
તંત્રને હવે બે તાલુકા વધારે બની ગયાનો અહેસાસ થયો


અમદાવાદ શહેરની વસ્તી વધતાની સાથે જમીનના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. અમદાવાદ શહેર પહેલાં એક માત્ર તાલુકો અમદાવાદ સિટી હતા બાદમાં વહીવટી સરળતા માટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે અમદાવાદ સિટી અને દસ્ક્રોઇ તાલુકાનું પુનર્ગઠન કરીને અમદાવાદ સિટી પૂર્વ અને અમદાવાદ સિટી પ‌શ્ચિ‌મ એમ બે તાલુકા બનાવ્યા હતા.

આમછતાં વહીવટી સરળતા ન થતાં એક મહિ‌ના પહેલાં અમદાવાદ સિટી પૂર્વ અને અમદાવાદ સિટી પ‌શ્ચિ‌મ તાલુકાના છ ટુકડા કરીને છ તાલુકાઓ બનાવવામાં આવ્યા હતા. અમદાવાદની ભૌગોલિક સ્થિતિ અને શહેરીજનોને રાહતનો અભ્યાસ કર્યા વિના શહેરનો છ તાલુકામાં વિભાજન કર્યા બાદ આખરે અધિકારીઓને વધારે તાલુકા બની ગયા હોવાનો અહેસાસ થતાંની સાથે બે તાલુકાઓ ઓછા કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ