છ માધ્યમમાં નવા શૈક્ષણિક વર્ષથી સુધારાનો અમલ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કાર્ટુન તસવીર)
ધોરણ ૧થી પમાં નવા કોર્સ સાથેના પાઠયપુસ્તકોની તૈયારી, લાખથી વધુ વિદ્યાર્થી‍ઓને લાગુ થશે

અમદાવાદ : રાજ્યના ૩૩ જિલ્લામાં અંગ્રેજી, હિ‌ન્દી,મરાઠી, ઉદૂર્‍, તમિલ, સિંધી સહિ‌તના છ માધ્યમોની ૨૨૪ જેટલી સરકારી-ખાનગી શાળાઓમાં ભણતા ધોરણ એકથી પાંચના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧પ-૧૬ થી નવા કોર્સ મુજબ નવાં પુસ્તકો તૈયાર કરાશે. વર્તમાન શૈક્ષણિક વર્ષ દરમ્યાન ધોરણ ૧થી પાંચમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને માટે અમલી બનાવાયેલ વિવિધ વિષયોના પુસ્તકોમાંથી સીધેસીધો અનુવાદ જે તે પ્રાદેશિક ભાષામાં કરવામાં આવશે. હાલમાં વિવિધ વિષયોના ૨પ૦થી વધુ નિષ્ણાતોની મદદથી આ પાઠયપુસ્તકોના અનુવાદ કરવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ -૨૦૦૯, નેશનલ કરિક્યુલમ ફ્રેમ વર્ક (એનસીએફ)ને કેન્દ્રમાં રાખીને જીસીઈઆરટી - રાજ્ય પાઠયપુસ્તક મંડળના સંયુક્ત ઉપક્રમે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુસર વિવિધ વિષયોના કોર્સમાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરાઈ છે. ગુજરાતી માધ્યમના આ નવા કોર્સ મુજબના પાઠયપુસ્તકોનું અંગ્રેજી, હિ‌ન્દી,ઉદૂર્‍,મરાઠી, સિંધી, તામિલ એમ કુલ છ માધ્યમોમાં અનુવાદ કરાયા બાદ તે નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને ભણવા મળી શકશે.

- ફોર કલર પ્રિન્ટ સાથે પાઠયપુસ્તકો તૈયાર કરાયાં

ફોર કલર પ્રિન્ટ ગુણવત્તાયુક્ત બાઈન્ડિંગ સાથેનાં પુસ્તકોનો કોર્સ બાળકોની વયકક્ષાને ધ્યાનમાં રાખી તૈયાર કરાયો છે.
વિદ્યાર્થીના મગજની કસોટી થાય, ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવે તેવી બાબતો પુસ્તકોમાં.
પાઠયપુસ્તકોના તમામ પેજ રંગીન હશે, જેથી બાળકોમાં પુસ્તકો અને અભ્યાસ પ્રત્યે આકર્ષણ પેદા થાય.
બાળકોમાં બૌદ્ધિક, માનસિક, ગાણિતિક શક્તિ વધે તે માટે કોર્સનો કન્ટેન્ટ અને લે આઉટ ડિઝાઈન કરાયો છે.
આગળ વાંચો પાઠયપુસ્તક મંડળનાં કાર્યવાહક સાથે થયેલી સીધી વાતચીત