ગુજરાતના આ શહેરમાં ખૂણે ખૂણે વસે છે સંગીત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કણ કણમાં ધબકે છે સંગીત

- અમદાવાદનાં ખૂણે ખૂણે સંગીત વસે છે. શહેરના વિવિધ સ્થળે પાંગરેલાં અને પ્રસ્તુત થતાં સંગીત વિષય પર સૂરીલી ગોષ્ઠિનું આયોજન કરાયું હતું.


અમદાવાદમાં ૬૦૧ વર્ષથી વિવિધ સ્વરૂપે જીવતા સંગીતને ઊજાગર કરતો એક અનોખો કાર્યક્રમ રવિવારે ક્રોસવર્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ અને સંગીત વિષય પર ચર્ચાની સાથે જાણીતા કલાકારો શ્યામલ-સૌમિલ અને આરતી મુનશી દ્વારા અમદાવાદનાં સંગીતની સદૃષ્ટાંત રજૂઆત પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 'આપણું અમદાવાદ સુરીલું અમદાવાદ’ પુસ્તકમાંથી કેટલાક અંશોનું પઠન પણ કરાયું હતું.આ વિશે સૌમિલ મુનશીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ૬૦૧ એક વર્ષમાં વિવિધ રીતે અને સ્થળે સંગીત પાંગર્યું છે, વિકસ્યું છે. આ સંગીતને અમે એકઠું કરીને તેના વિવિધ પાસા પર ચર્ચા કરી હતી. અમદાવાદમાં અહમદશાહ બાદશાહની મઝાર પર નોબત પણ રોજ વાગે છે, તો રોજ સવારે મંદિરમાં ઝાલર પણ સંભાળાય છે. અમે આ બધી બાબતોને એકઠી કરી છે. કલાકારનાં શિષ્ય, બાળકલાકાર, પર્ફોમર, ગુરુ વગેરે રૂપ વિશે પણ ચર્ચા કરાઇ હતી.સંગીતનાં અભિગમની ચર્ચા સાથે માતૃભાષાનું મહત્ત્વ પણ લોકો સમજે તે અમારો મુખ્ય હેતુ છે. આ પ્રસંગે શ્યામલ-સૌમિલ મુનશી દ્વારા નિર્માણ કરવામાં આવેલ 'આપણું અમદાવાદ સુરીલું અમદાવાદ’ ઓડિયો વીડિયો સીડીનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત કાર્યક્રમમાં અમદાવાદ અને સંગીત વિશેના શ્રોતાઓ દ્વારા કરવામાં આવેલાં સવાલોના જવાબો પણ કલાકારો દ્વારા આપવામાં આવ્યા હતાં.