વિરોચનનગર પાટિયે કારની ટક્કરે મેલજના ખેડૂતની હત્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમીનની અદાવતના કારણે ઇરાદાપૂર્વક ટક્કર મારી મોત નીપજાવ્યાની ફરિયાદ સાણંદ તાલુકાના વિરોચનનગર પાટિયા નજીક રોડ ક્રોસ કરી રહેલા મેલજ ગામના ખેડૂતને આજ ગામના અન્ય એક શખ્સે ઇરાદાપૂર્વક કારની ટક્કર મારતા ઉપરોકત ખેડૂતનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સાણંદ - વિરમગામ હાઇવે પર સાણંદથી ર૩ કિ.મી. દૂર આવેલા વિરોચનનગર પાટિયા નજીક શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્યાના સુમારે મેલજ ગામના ખેડૂત નામે ઇશ્વરભાઇ નારણભાઇ ઠાકોર રોડ ક્રોસ કરી રહ્યા હતા, દરમિયાન મેલજ તા.વિરમગામના જ અન્ય શખ્સ નામે અજમલભાઇ ઇશ્વરભાઇ દેસાઇએ પોતાની સિલ્વર કલરની સેન્ટ્રો કાર દ્વારા ઇશ્વરભાઇને ઇરાદાપૂર્વક ટક્કર મારતા ઇશ્વરભાઇને શરીરે ગંભીર ઇજાઓ થતાં ઇશ્વરભાઇનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત લાગતા આ બનાવ અંગે મેલજ ગામના અન્ય એક ખેડૂત વિશ્ણુભાઇ કાનજીભાઇ ઠાકોરે સાણંદ પોલીસમાં અજમલભાઇ ઇશ્વરભાઇ દેસાઇ વિરુદ્ધ સાણંદ પોલીસમાં જમીન અદાવતના કારણે ઇરાદાપૂર્વક ઇશ્વરભાઇ ઠાકોરની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.