તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Mother Love Story, Son Come To India Find For Mother

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઈ બન્યું શ્રવણકુમાર તો કોઈએ લજાવી કૂખ, માતૃપ્રેમની બે ગજબ કહાની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોઈની કૂખે શ્રવણકુમાર, તો કોઈને પથરો પાક્યો
- માને શોધવા સાત સમંદર પારથી દોડી આવ્યો

- અમદાવાદથી ગુમ થયેલાં પુષ્પાબહેન મુંબઈ કેવી રીતે પહોંચી ગયા તેની તેમને જ જાણ નહોતી. પરંતુ કળીયુગમાં પણ સતયુગના શ્રવણકુમારની યાદ દેવડાવે તેવા કિસ્સા રૂપે અમેરિકા-કેનેડામાં રહેતા બે પુત્ર બધુ કામ પડતું મૂકી માતાની શોધમાં લાગી ગયા. કેનેડામાં નાના પુત્ર સાથે રહેતાં ૯૧ વર્ષનાં પુષ્પાબહેન પ્રસંગોપાત અમદાવાદ આવ્યા અને ગત ૧૦ ફેબ્રુઆરીએ સવારે વાસણાના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયાં. તેમને બાંકડા પર બેસાડી પૌત્ર-પુત્રવધૂ મંદિરમાં દર્શન માટે ગયા હતા. તેઓ દર્શન કરીને પાછા આવ્યા ત્યારે પુષ્પાબહેન બાંકડા પર નહોતા. ચોતરફ શોધખોળ કર્યા બાદ પરિવારજનોએ તેમનાં ગુમ થવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. મા ગુમ થવાના સમાચાર સાંભળી અમેરિકામાં રહેતા મોટા પુત્ર નિરંજન બ્રહ્મભટ્ટ પણ અમદાવાદ દોડી આવ્યો અને સર્જરી માટે કેનેડાથી અમદાવાદ આવેલા તેમના નાના ભાઈ કિશોર સાથે મળીને શોધખોળ આદરી.


બીજી તરફ અજાણતાં જ અમદાવાદથી ટ્રેનમાં છેક મુંબઈ પહોંચી ગયેલા પુષ્પાબહેનને મલાડ પોલીસે રેલવે સ્ટેશનથી મહિ‌લાઓ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા 'સ્વાગત’માં મોકલી આપ્યાં. પુષ્પાબહેને થોડા દિવસો સંસ્થામાં રહ્યા બાદ કારેલીબાગ જવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી મલાડ પોલીસે વડોદરાના કારેલીબાગ પોલીસને ફોન કરીને જાણ કરી કે પુષ્પાબહેન બ્રહ્મભટ્ટ કારેલીબાગ પરત આવવા માગે છે. પણ કારેલીબાગ પોલીસને આ વિશે કોઈ જાણ નહોતી. પરંતુ યોગાનુયોગે તે સમયે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પુષ્પાબહેનના ભત્રીજા એડ્વોકેટ વિનય બ્રહ્મભટ્ટ હાજર હતા. તેમણે આ ફોનની વાત સાંભળી અને નિરંજનભાઈ અને કિશોરભાઈને આ સમાચાર આપ્યા હતા. આખરે વોટ્સ એપ પર મુંબઈથી મંગાવેલો પુષ્પાબહેનનો ફોટો જોઈ, પરિવારને હાશકારો થયો અને તેઓ શિવરાત્રીની સવારે પુષ્પાબહેનને મુંબઈથી અમદાવાદના ઘરે પરત લઈ આવ્યાં.

આગળ વાંચો માતૃપ્રેમની અનોખી કહાની વિશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો