વર્લ્ડ નો-ટોબેકો ડે: મોઢાનાં કેન્સરના દર્દીઓમાં અમદાવાદ દેશમાં નંબર-૧

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોઢાનાં કેન્સરના દર્દીઓમાં અમદાવાદ દેશમાં નંબર-૧
- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સર્વેમાં અમદાવાદે ભોપાલ, નાગપુર અને વધૉને પાછળ છોડ્યા

દેશભરમાં વિવિધ કેન્સરનાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ, આંચકાજનક બાબત એ છે કે, તમાકુની બનાવટોનું બેરોકટોક વેચાણ, કુપોષણ અને મોંઢાની યોગ્ય સફાઇને અભાવે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર વિસ્તારમાં મોંઢાનાં કેન્સરનાં દર્દીઓમાં છેલ્લાં ત્રણ વર્ષથી નંબર- ૧ હોવાનું આઇસીએમઆર(ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા હાથ ધરાયેલા સર્વે પરથી જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે એક લાખે ૯૪.૪ પુરુષો અને ૭૫.૫ મહિલાઓમાં મોંઢાનાં કેન્સરનાં સકંજામાં સપડાય છે.

એચસીજી ક‹ન્સર સેન્ટરનાં ડો. કૌસ્તુભ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૦૯થી ૨૦૧૧ દરમિયાન આઇસીએમઆર દ્વારા દેશનાં શહેરોમાં મોંઢાનાં કેન્સરનાં દર્દીઓનો સર્વે હાથ ધરાયો છે. જેમાં છેલ્લાં ત્રણ વર્ષથી પ્રથમ ક્રમે અમદાવાદ, બીજા ક્રમે ભોપાલ, ત્રીજા ક્રમે નાગપુર, ચોથા ક્રમે વર્ધા છે. જેનું મુખ્ય કારણ અમદાવાદમાં તમાકુ અને તમાકુની બનાવટોનું લોકોમાં વ્યસન વધુ છે. ગુજરાતમાં કુલ વસ્તીનાં ૮૦ ટકા પુરુષો અને ૪૦ ટકા મહિલાઓ વિવિધ પ્રકારે તમાકુનો ઉપયોગ કરે છે. દેશમાં ૫૦ લાખ બાળકો તમાકુનાં બંધાણી હોવાનું સર્વેમાં જણાયું છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...