Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » morari bapu bless of tilak holi

મોરારિબાપુએ પાઠવી ‘તિલક હોળી’ની શુભેચ્છા

Divyabhaskar.com | Updated - Mar 19, 2011, 02:48 AM

પાણીની મુશ્કેલી છે આથી ઓછામાં ઓછું બગડે તેનું ધ્યાન રાખીએ

  • morari bapu bless of tilak holi
    morari bapu bless of tilak holiમોરારિબાપુએ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને હોળીની શુભકામના પાઠવતાં જણાવ્યું કે, આપણો દેશ ઉત્સવપ્રિય છે અને તહેવારોને આપણે નિજાનંદ, પ્રેમની વૃદ્ધિ માટે ઊજવીએ છીએ, પરંતુ દેશ-કાળ પ્રમાણે ઉત્સવનો મૂળ ઉદ્દેશ્ય પકડીને તેમાં પરિવર્તન કરવું જોઈએ, કેમ કે આપણી સભ્યતા, પરિવર્તનની પ્રવાહી પરંપરા છે. પાણીની મુશ્કેલી છે તથા પાણી ઓછામાં ઓછું બગડે તેનું ધ્યાન રાખીએ. હોળી અંતરનો ઉત્સવ બની રહે. પર્યાવરણને ક્યાંય તકલીફ ન થાય, સાથે પરસ્પર પ્રિતનું વાતાવરણ સર્જાય એ માટે ‘દિવ્ય ભાસ્કર’ તિલક હોળીનો નવો વિચાર લઈને આવે છે, તેનું સ્વાગત છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ