તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ આવી રીતે થશે આખી રથયાત્રાનું મોનિટરિંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૧૦૦ સીસી ટીવી કેમેરાથી આખી રથયાત્રાનું મોનિટરિંગ કરાશે
- રથયાત્રાઃ ૨૦ હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓની લોખંડી સુરક્ષા વ્યવસ્થા
- ચેતક કમાન્ડો, ક્યૂઆરટીની ટીમો કમિશનર કચેરીમાં ઈમરજન્સી માટે તહેનાત રખાશે


ભગવાન જગન્નાથજીની ૧૩૬મી રથયાત્રા પ્રતિ વર્ષની જેમ જ ચાલુ વર્ષે પણ ૨૦ હજાર કરતાં પણ વધારે સુરક્ષા કર્મચારીઓની લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શહેરની પરિક્રમાએ નીકળશે. તેમાં પણ આ વર્ષે આખી રથયાત્રા અને તેના ૧૪ કિલોમીટરના રૂટનું મોનિટરિંગ ૧૦૦ કરતાં પણ વધારે સીસી ટીવી કેમેરા દ્વારા કરવામાં આવશે.જેમાં રથયાત્રાના રૂટ ઉપર તેમજ પોલીસના અમુક વાહનોમાં જીપીએસ સિસ્ટમથી લાગેલા સીસી ટીવી કેમેરાથી આખી રથયાત્રાનું મોનિટરિંગ થશે.

આ અંગે વાત કરતા કંટ્રોલ ડીસીપી ડો. એમ.કે. નાયકે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રથયાત્રામાં ૨૦ હજાર જેટલા સુરક્ષા કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે સામાન્ય સુધારા વધારા સાથેની સ્કીમ પ્રમાણેના બંદોબસ્તની તમામ તૈયારીઓ પૂરી થઇ ગઇ છે અને તા.પ જુલાઈની સાંજથી બહારથી રથયાત્રાના બંદોબસ્ત માટે આવનારા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ આવવાના શરૂ થઇ ગયા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રથયાત્રા અને તેના રૂટનું મોનિટરિંગ કરવા માટે ૧૦૦ કરતાં પણ વધારે સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત કયુઆરટીની ટીમો અને ચેતક કમાન્ડો પોલીસ કમિશનર કચેરીમાં ઈમરજન્સીમાં તહેનાત રહેશે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...