મોદી આજે દિલ્હીમાઃ લોકસભાની ચૂંટણી માટે મહત્વની ચર્ચા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોદી આજે દિલ્હીમાં પ્રચાર સમિતિની બેઠકમાં ભાગ લેશે
મોદી પ્રચાર સમિતિના અધ્યક્ષ બન્યાં પછી યોજાનારી પહેલી બેઠક
ચૂંટણી ઢંઢેરા સમિતિ અને ચૂંટણી પ્રબંધન સમિતિની રચના અંગે ચર્ચાવિચારણા કરશે
અમિત શાહ પણ બેઠકમાં હાજર રહેશે


રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ૪ જુલાઇએ સવારે દિલ્હી જવા રવાના થશે. તાજેતરમાં જ તેમની નિમણૂક લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી માટે ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન તરીકે નિયુકિત કરવામાં આવી છે.આ પછી આવતીકાલે ગુરુવારે સવારે મળનારી બેઠકમાં તેઓ ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે,મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચાર સમિતિના વડા તરીકેની નિયુકિત પછી તેમની પ્રચાર સમિતિની આ પહેલી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત અમિત શાહ સહિ‌ત ચૂંટણી સમિતિના અન્ય સભ્યો હાજર રહેશે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ