ઈશરત કેસઃ સફેદ દાઢી અને કાળી દાઢીનો સીબીઆઈની ચાર્જશીટમાં ઉલ્લેખ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૬૪ મુજબ બે ડઝન લોકોના નિવેદન લેવાયા

ઈશરત જહાં એન્કાઉન્ટરમાં સીબીઆઈએ ૧૬૪ મુજબ બે ડઝન જેટલા લોકોના નિવેદન લીધા છે.જેમાં બે કોન્સ્ટેબલ અને એએસઆઈ,પીઆઈ અને ડીવાયએસપી કક્ષાના આઠ અધિકારી મળીને ૧૦ પોલીસનો સમાવેશ થાય છે.જેમાં ઈશરત સહિ‌ત ચારેયને જીવતા જોયા હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ સાથે બે પોલીસ વાળાના નિવેદન એવા પણ છે કે તેમને વણઝારાને એવું બોલતા સાંભળ્યા હતા કે નરેન્દ્ર મોદી(સફેદ દાઢી) અને અમિત શાહ(કાળી દાઢી)સાથે વાત થઇ ગઇ છે.

અમિત શાહે સિંઘલને એક મહિ‌લા અને એક આઈએએસ અધિકારી પર નજર રાખવા સૂચના આપી હતી : ગિરીશ સિંઘલ પાસેથી સીબીઆઈને પેન ડ્રાઈવ મળી હતી.જેમાં બે રેકોડિંર્‍ગ હતા.જેમાંથી એકમાં તત્કાલીન ગૃહ મંત્રી પ્રફુલ્લ પટેલે મીટિંગ બોલાવીને સીટને ગેરમાર્ગે દોરવાની વાત કરી હતી.જ્યારે બીજા રેકોર્ડિંગમાં સિંઘલ અને અમિત શાહ વચ્ચેના સંવાદ હતા જેમાં અમિત શાહે એક મહિ‌લા અને એક આઈએએસ અધિકારી ઉપર નજર રાખવા સિંઘલને સૂચના આપી હતી.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ