મોબાઈલ કંપનીઓની કામગીરી સામે શંકા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રાહકોની સંખ્યા વધારવા દસ્તાવેજોની પૂરતી ચકાસણી વગર સિમકાર્ડ એક્ટિવેટ કરાય છે બોગસ દસ્તાવેજના આધારે મેળવી લેવાયેલાં સિમકાર્ડનો જંગી જથ્થો પકડાવાની ઘટનાથી કાર્ડ એક્ટિવેટ કરતી વખતે ગ્રાહકોનું વેરિફિકેશન કરતી મોબાઇલ કંપનીઓની કામગીરી પર સવાલો ઊભા થયા છે. ગ્રાહકોની સંખ્યા વધારવાની દોટમાં પૂરતી ચકાસણી વગર જ સિમકાર્ડ એક્ટિવેટ કરતી કંપનીઓની બેદરકારી આ ઘટનાથી છતી થઈ છે. વટવામાંથી પકડાયેલો રમેશ ડિસ્ટ્રિબ્યુટર પાસેથી વેચવા માટે બલ્કમાં સિમકાર્ડ મેળવી લેતો હતો. આ સિમકાર્ડ એક્ટિવેટ કરાવવા માટે રમેશ કંપનીને ફોન કરીને કહેતો હતો કે કસ્ટમરના ડોક્યુમેન્ટ આવી ગયા છે, જ્યારે તે સિમકાર્ડ લેવા આવતા ગ્રાહકોના ફોટા અને એડ્રેસ પ્રૂફની કોપીઓ સંગ્રહી રાખતો હતો. ત્યારબાદ તે એક ગ્રાહકનો ફોટો સાથે બીજા ગ્રાહકનું સરનામું અથવા બોગસ સરનામું લખી કંપનીમાં મોકલી એક્ટિવેટ કરાવી દેતો હતો. આ ઉપરાંત તે સુમિત પટેલના સ્ટુડિયોમાં ફોટા પડાવવા આવતા ગ્રાહકોના ફોટોનો પણ સિમકાર્ડ મેળવવા ઉપયોગ કરતો હતો. બાદમાં કંપનીઓ દસ્તાવેજો માટે દબાણ કરતી ત્યારે રમેશ કમ્પ્યૂટર અને કલર પ્રિન્ટરની મદદથી નકલી ડોક્યુમેન્ટ બનાવીને કંપનીને પહોંચાડતો હતો અને કંપનીઓ તેની ચકાસણી કર્યા વગર જ તે માન્ય રાખતી હતી. રમેશે એક જ વ્યક્તિના ડોક્યુમેન્ટ પર અનેક સિમકાર્ડ મેળવ્યાં હોવાનું પણ ખૂલ્યું છે. બોગસ ડોક્યુમેન્ટથી મેળવેલાં સિમકાર્ડનો ઉપયોગ કોણ કરી શકે આંતકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો દેશવિરોધી પ્રવૃત્તિમાં આવાં કાર્ડનો ઉપયોગ કરી શકે.
ગુનેગારો ગુનાને અંજામ આપવા માટે ગેંગના સંપર્કમાં રહેવા માટે.
યુવતીઓની છેડતી કરનારા રોમિયો.
જેલમાંથી ફોન કરવા માટે આવાં સિમકાર્ડનો ઉપયોગ.
બુકીઓ સટ્ટાબેટિંગ માટે આવાં સિમકાર્ડનો ઉપયોગ કરી શકે.
અદાવત રાખીને ધમકી આપનારા શખ્સો.
આરોપીઓએ શું કર્યું? ખોટી વ્યક્તિના નામે ખોટા નામે ફોર્મ ભરાયાં.
કંપનીને ડોક્યુમેન્ટ મળી ગયાની ખોટી માહિ‌તી આપવામાં આવી.
અલગ વ્યક્તિઓના ફોટો ફોર્મમાં લગાવી ઠગાઈ કરાઈ.
ફોર્મ વેરિફાઈ કરાયા વગર કાર્ડ એક્ટિવેટ કરાયાં. કાયદેસર કાર્ડ મેળવવા શું કરાય છે? કંપનીનો નંબર મેળવવા માટે ફોર્મ ભરવામાં આવે છે.
નંબર એક્ટિવેટ કરાવવા માટે ડોક્યુમેન્ટ આપવા પડે છે.
કાર્ડધારકનો ફોટો ફોર્મ પર લગાવાય છે.
ફોર્મ વેરિફાઈ થયા બાદ કાર્ડ એક્ટિવેટ થાય છે, પરંતુ આવા કિસ્સામાં કંપની દ્વારા ચાલુ કરી દેવાય છે.