બાવળામાં પોલીસ પર ટોળાનો પથ્થરમારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરોપીને પકડવા પોલીસ આવી હતી : બે હજાર લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરો ઘોલ્યો : લાઠીચાર્જ

બાવળાના વેપારી અને આગામી નગરપાલીકાની ચુંટણીના ઉમેદવાર એવા ઠાકોર સમાજના અગ્રણી રમેશ ઠાકોરની ધરપકડ કરવા આવેલી રાજકોટ પોલીસ પર લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ટોળાએ પહેલા પોલીસ બાદ પોલીસ મથકનો ઘેરો ઘાલતાં અમદાવાદ જીલ્લાના મોટા ભાગના પોલીસ મથકોની પોલીસ ત્યાં દોડી ગઇ હતી અને ટોળા પર લાઠીચાર્જ કરતાં મામલો થાળે પડયો હતો.

જોકે રાત્રે બાવળા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુંહતું અને પોલીસે પરિસ્થિતિ કાબુમાં હોવાનું જણાવ્યું હતું. નગરપાલીકાની ચુંટણી માટે પોતાને ઉમેદવાર તરીકે જાહેર કરી દેનાર બાવળાના રમેશ ઠાકોર વિરુદ્ધ અગાઉ રાજકોટમાં કોઇ ફરીયાદ નોંધાઇ હતી.પોલીસે તેમને વારંવાર સમંસ્ પાઠવવા છતાં તેઓ પોલીસ સમક્ષ હાજર નહિ‌ થતાં બુધવારે મોડી સાંજે રાજકોટ પોલીસ તેમની ધરપકડ કરવા બાવળા પહોંચી હતી.

રાજકોટ પોલીસે સ્થાનીક પોલીસની મદદથી રમેશ ઠાકોરના ઘરે પહોંચી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથધરી હતી ત્યારેજ ઠાકોર સમાજના અગ્રણી રમેશ ઠાકોરની ધરપકડ અટકાવવા માટે સ્થાનીક વિસ્તારના તેમના સમર્થકો ત્યાં દોડી આવ્યા હતા અને તેમણેપોલીસિને ઘેરી લીધી હતી. સમગ્ર મામલો બાવળા પોલીસ મથકે પહોંચતાં લગભગ બેએક હજાર માણસોના ટોળાએ પોલીસ મથકનો ઘેરો ઘાલીપથ્થરમારો શરૂ કરી દેતાં વાતાવરણ ડહોળાયું હતું.

જોકે પોલીસે પણ ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને આ બાબતે જીલ્લાના પોલીસવડાને જાણ કરતા જીલ્લાના તમામ પોલીસમથકોનો કાફલો બાવળા પહોંચી ગયો હતો. લગભગ એકાદ કલાક સુધી પોલીસ-પબ્લીક વચ્ચે ઘર્ષણ ચાલ્યા બાદ મામલો થાળે પડયો હતો. પોલીસ કહી રહી છે કે હાલમાં પરીસ્થીતી કાબુમાં છે જ્યારે સ્થાનીકલોકોના જણાવ્યા મુજબ હજુ બાળવામાં ભારેલા અગ્નિ‌ જેવી સ્થીતી છે.