અનસૂયાના પતિ - ક્લાર્કે ૧પ લાખની ઉચાપત કરી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિ‌લા ક્લાર્ક સહિ‌ત બંનેઆરોપીઓ બે દિવસના રિમાન્ડ પર

પોલીસ ચોપડે ૩.૮૮ કરોડની ઠગાઈ ખૂલી


અનસૂયા હાલાણીના પોસ્ટ કૌભાંડમાં તેના પતિ અને મહિ‌લા ક્લાર્ક દ્વારા રૂ.૧પ લાખની ઉચાપત થઈ હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ઝડપાયેલા બંને આરોપીઓને રિમાન્ડ માટે પોલીસે ર્કોટમાં રજૂ કરતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ. પી. પુરોહિ‌તે બંને આરોપીના બે બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આ કૌભાંડમાં ૩.૮૮ કરોડની ઠગાઇ થઇ હોવાની વિગત પોલીસ ચોપડે નોંધાઇ છે.પોસ્ટ એજન્ટ અનસૂયાના પતિ મુકેશ વ્રજલાલ હાલાણી અને ક્લાર્ક ફાલ્ગુનીની ધરપકડ કરીને પોલીસે શનિવારે રિમાન્ડ માટે મેટ્રો ર્કોટમાં રજૂ કર્યા હતાં. રિમાન્ડ અરજી અંગે સરકારી વકીલ એચ. એસ. પરમારે ર્કોટ સમક્ષ રજૂઆત કરી હતી કે, આ કેસમાં ૩૭પ સાક્ષીઓનાં નિવેદન લેવાયાં છે જે મુજબ ૩.૮૮ કરોડની ઠગાઇ થઈ હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં મુખ્ય આરોપીનું મોત થયા બાદ સમગ્ર વિગત અંગે તેનો પતિ માહિ‌તગાર છે.આ પ્રકરણમાં ઝડપાયેલાં બંને આરોપીઓની ભૂમિકા પણ સમગ્ર કૌભાંડમાં આંખે ઊડીને વળગે એવી છે. બંને આરોપીઓએ કુલ રૂ.૧પ લાખની ઠગાઇ કરી હોવાની વિગત પણ બહાર આવી છે. આ પ્રકરણમાં હાલ તપાસ નાજુક તબક્કે છે.આરોપીઓના લીધે ઘણા લોકોની આજીવનની કમાણી પણ જતી રહી છે. તેથી સમાજના વિશાળ હિ‌તને ધ્યાનમાં રાખી તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડ આપવા જોઇએ. બીજી તરફ મહિ‌લા ક્લાર્ક તરફથી રજૂઆત કરાઈ હતી કે, તે તો ત્યાં દસ હજારના પગારે નોકરી કરતી હતી અને એક વર્ષ પહેલાં નોકરી છોડી ચૂકી છે. તેથી રિમાન્ડ ન આપવા જોઇએ.