પ્રતિબંધિત પુસ્તક વિશે ગૃહમંત્રીને કશું યાદ નથી!

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ગુજરાત સરકાર દ્વારા પુસ્તક પર મૂકવામાં આવ્યો હતો પ્રતિબંધ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોમોસેક્સ્યુઅલ હતાં તેવો દાવો કરનારા પુસ્તક 'ગ્રેટ સોલ: મહાત્મા ગાંધી એન્ડ હિઝ સ્ટ્રગલ વીથ ઈન્ડિયા'નું ગુજરાતમાં વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં બુકસ્ટોરમાં વેચાઇ રહ્યું છે તેવો ડીએનએમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ આ અંગ રાજ્યના ગૃહમંત્રી પ્રફુલ પટેલને આ પુસ્તકના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી કે નહીં તે વિશે પૂછવામાં આવતા ચોકાવનારો જવાબ મળ્યો હતો. પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે નહીં તે અંગે તેમને કશી જાણ કે યાદ નથી.

ઉલ્લેખનીય છે કે પુલિત્ઝર એવોર્ડ વિજેતા જોસેફ લેલીવેલ્ડે પોતાના પુસ્તક 'ગ્રેટ સોલ: મહાત્મા ગાંધી એન્ડ હિઝ સ્ટ્રગલ વીથ ઈન્ડિયા'માં મહાત્મા ગાંધી હોમોસેક્સ્યુઅલ હતાં તેવો દાવો કર્યો હતો, જ્યાર બાદ 30 માર્ચ 2011નાં રોજ આ પુસ્તકનાં વેચાણ પર રાજ્યમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, જોસેફનાં પુસ્તક પર પ્રતિબંધ મૂકતાં સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ પુસ્તકનાં આવા દાવાઓને મહાત્મા ગાંધીની છબી ખરડનારા કહેવામાં આવ્યાં હતાં.


Related Articles:

ગાંધીજીને હોમોસેક્સ્યુઅલ કહેનાર પુસ્તકનું રાજ્યમાં વેચાણ!


દીવાલો પર ગાંધીજી તથા અણ્ણા હજારેની ગ્રાફિટી
ગાંધીજી સાથે જોડાયેલા પત્રો - દસ્તાવેજોની લંડનમાં થશે ફરી હરાજી
જો કસ્તુરબા ન હોત તો ગાંધીજી મહાન બની શક્યા હોત?